MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:સજનપર પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મિટિંગ જેવા દ્વિવિધ કાર્યક્રમ યોજાયા

સજનપર પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મિટિંગ જેવા દ્વિવિધ કાર્યક્રમ યોજાયા

શ્રી સજનપર પ્રા. શાળામાં તા. 9/1/2024 ના રોજ શ્રી સજનપર પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મીટિંગ જેવા દ્વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ધો.5 થી 8 ના બાળકોએ વિજ્ઞાનના વિવિધ વર્કિંગ મોડેલ અને વિવિધ પ્રયોગો રજૂ કરી વિજ્ઞાન પ્રત્યેની પોતાની રૂચિ દર્શાવેલ હતી આ સાથે બાળ વૈજ્ઞાનિકો દ્વારા *અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો* નો વિશેષ પ્રયોગ રજૂ કરેલ તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા બહેન દલસાણીયા ડિમ્પલબેન વી. એ ગણિત- વિજ્ઞાનના તમામ મોડેલની બાળકોને તૈયારી કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ શાળામાં પુસ્તક પ્રદર્શન સંગીતના સાધનોનું પ્રદર્શન અને રમત ગમત ના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતું.


આ સાથે જ બીજો એક વિશેષ કાર્યક્રમ *વાલી મીટીંગ* પણ સાથે જ યોજાઈ ગયો હતો જેમા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીશ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વાલી મિટિંગમાં શાળના શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને સરકારશ્રી દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપી હતી.આ તકે ટંકારા તાલુકા બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી કલ્પેશભાઈ ફેફર તેમજ લજાઈ સી.આર સી. કો. શ્રી શૈલેષભાઇ સાણજા અને મિતાણા સી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી કૌશિકભાઈ ઢેઢી ખાસ હાજર રહયા હતા.આ તકે સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ તમામ મહાનુભવોનો આભાર વ્યક્ત કરેલ હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!