PANCHMAHAL

કાલોલ મા દશામા વ્રતની ઉજવણી નિમિત્તે દશામા ની મૂર્તિઓ અને પુજાપા ની ખરીદી

તારીખ ૧૬/૦૭/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે દશામાની મૂર્તિ નાં વિવિઘ સ્ટોલ પર શનીવાર અને રવિવારે મૂર્તિ અને શણગાર સહિત પૂજાપા ની ધુમ ખરીદી નીકળી ભકતજનો પોતાની મનગમતી મૂર્તિ ખરીદ કરતા જોવા મળ્યા હતા કાલોલ ખાતે મેઈન બજાર અને ટાઉન હોલ, નગરપાલીકા પાસે, બસ સ્ટેન્ડ રોડ પર વેપારીઓ દ્વારા મનમોહક મૂર્તિ નાં સ્ટોલ ઉભા કરેલ છે.

દશામાનુ વ્રત અમાસના દિવસથી શરૂ થાય છે ભક્તો પોતાના ઘરે માતાજીની મૂર્તિ બનાવી કે લાવી માતાજીની પધરામણી કરવી બાજઠો પર ઘઉંની ઢગલી કરી માની સ્થાપના કરી, માની શણગાર કરી,નાની ભોગ લગાવવા નાની દસ દિવસ પૂજા અર્ચના આરતી કરી, દશામાની કથા સાંભળવી અને દસમા દિવસે મૂર્તિનું વિસ્થાપન કરી મૂર્તિને જળમાં પધરાવવામાં આવે છે.દશામાનુ વ્રત જે કોઈ પૂરી શ્રદ્ધાથી નીતિ નિયમથી કરે છે તેની માં દશામાં દશા વાળી છે તેની ખરાબ દશા સુધારે છે વ્રત કરનારની ગરીબી દૂર થાય છે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરી દે છે માની કૃપા વરસે છે મા દશામા જેને સંતાન ન હોય તેની સંતાનની પ્રાપ્તિ કરાવ્યું છે નિર્ધનની ધનની પ્રાપ્તિ કરાવે છે વ્રત કરનારના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે સંકટ સમયે માં આપણો હાથ ચાલે છે અને જેના ઉપર મા દશામા નો હાથ હોય તેના ઉપર 33 કોટી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે તેને કોઈપણ જાતના ગ્રહો નડતા નથી

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!