શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના આંતર કોલેજ રમોત્સવમાં કાંકણપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવી ગૌરવ વધાર્યું

ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
તાજેતરમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ૮ મો રમોત્સવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ કનેલાવ ગોધરા ખાતે યોજાય ગયો. આ રમોત્સવ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી જે. એલ. કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ ગાર્ડી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં આ કોલેજને ૩ ગોલ્ડ મેડલ અને ૧બ્રોન્ઝ મેડલ મળ્યા છે જેમાં 100 મીટર અને 400 મીટર દોડ અને ટ્રિપલ જમ્પમાં વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવ્યો છે જ્યારે લાંબો કૂદકમાં તુતીય નંબર મેળવ્યો છે. આ સમગ્ર ટીમને તૈયાર કરવા માટે ટિમ મેનેજર ડૉ. શૈલેષ પટેલ અને કોચ તરીકે જયદેવ તથા બાલકૃષ્ણ પરમારે જહેમત ઉઠાવી હતી અને ટીમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું જે માટે કોલેજના આચાર્ય ડૉ. જગદીશભાઈ પટેલે તેમજ કોલેજ પરિવારે પ્રથમ નંબર મેળવનાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.






