
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૩૦ ઓગસ્ટ : સામાજીક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાના ૭૬માં વન મહોત્સવની ઉજવણી તા. ૨ સપ્ટેમ્બરના ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા સાંસદ વિનોદભાઇ ચાવડાના અતિથિ વિશેષપદે કચ્છ યુનિવર્સીટી ભુજ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે કરવામાં આવશે. કચ્છ યુનિવર્સીટી ખાતે યોજાનારા કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કેશુભાઇ પટેલ, અનિરુધ્ધભાઇ દવે, ત્રિકમભાઇ છાંગા તથા વરિષ્ઠ અધિકારી કલેકટર આનંદ પટેલ તથા મુખ્ય વન સંરક્ષક ડૉ.સંદિપ કુમાર, કચ્છ યુનિવર્સીટીના કુલપતિ ડૉ.મોહન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ઉપસ્થિત રહેશે.



