SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

ભાજપના મહિલા કોર્પોરેટરની સહી તેમના પતિ કરતા હોવાની ગંભીર ફરિયાદ

સુરત મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરને બદલે તેમના પતિ વહીવટ કરતા હોય અને પ્રજા સાથે વાટાઘાટ કરી રહ્યાં હોવાની અનેક ફરિયાદ થઈ રહી છે. આ ફરિયાદ વચ્ચે ઉધનાના મહિલા કોર્પોરેટરના પતિ થોડા દિવસ પહેલા કાર્યકર સાથે ઉદ્ધત વધુ વર્તન કરતા વિવાદમાં આવ્યા હતા તેની સામે વધુ એક ફરિયાદ થઈ છે. મહિલા કોર્પોરેટર છે પરંતુ તેમની સહી તેમના પતિ કરી રહ્યાં  હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ અંગેની ફરિયાદ પાલિકા કમિશનર અને પોલીસ કમિશ્નર સાથે સાથે ભાજપના સ્થાનિક નેતાઓને પણ કરવામા આવી છે. આ મુદ્દો હાલમાં પાલિકામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

સુરત પાલિકામાં હાલ કેટલાક રાજકારણીઓ ગેરકાયદે બાંધકામ મુદ્દે તોડ કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઉધના ઝોનમાં હાલ એક ગેરકાયદે બાંધકામ ફરિયાદ મુદ્દે પુર્વ કોર્પોરેટર અને ભાજપના જ એક કાર્યકર વચ્ચે ચકમક ઝરી હતી. પુર્વ કોર્પોરેટર અને હાલ મહિલા કોર્પોરેટર છે તેમના પતિ સુરેશ કણસાગરાએ કાર્યકર સાથે ઉગ્ર ભાષામાં વાત કરી હતી તેનો ઓડિયો વાયરલ થયો હતો. વાયરલ આ વીડિયોમાં તમે સીધો મારી પર આરોપ મુકો છો મે અરજી કરી છે હું કોઈના બાપ થી બીતો નથી સમજી લેજો. હું સૌરાષ્ટ્રનો વતની છું મારા પર પણ રુપાલા સાહેબના હાથ છે એટલે મનમાં ફાંકો હોય તો કાઢી નાંખજો. તમારે જ્યાં મારી અરજી કરવી હોય ત્યાં છૂટ છે. તેવું કહેતા સાંભળવા મળે છે. ઓ ઓડિયો બાદ ભાજપમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય  બન્યો છે.

આ વિવાદ સમે તે પહેલા કાર્યકર સાથે ઉદ્ધત વર્તન કરનારા પુર્વ કોર્પોરેટર સુરેશ કણસાગરા સામે વધુ એક ગંભીર આક્ષેપ મુક્યો છે. સુરત પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને ઉધના પોલીસ મથકના પીઆઇને એક અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામા આવ્યું છે કે, કોર્પોરેટર હિના કણસાગરાના પતિ સુરેશ કણસાગરા હિનાબેનની સહી પોતે ખોટી કરી રહ્યાં છે. તેની સાથે સુરેશ કણસાગરાએ કરેલી સહીની કોપી પણ રજૂ કરવામાં આવી છે. કોર્પોરેટરના વતી તેમના પતિ સહી કરે તે ગેરકાયદેસર છે અને તેના પુરાવા રુપે સહી સાથે સાથે સુરેશ કણસાગરાની ઓફિસમાં સીસીટીવી પણ કબ્જે કરવા માટેની માગણી કરી છે.

થોડા દિવસ પહેલાં જ સુરેશ કણસાગરાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી ત્યાર બાદ આ ગંભીર પ્રકારની ફરિયાદ પાલિકા-પોલીસ સાથે ભાજપના નેતાઓને પણ કરવામા આવી છે. આ મુદ્દો આગામી દિવસોમાં વધુ વિવાદમાં આવે અને તેની સાથે સાથે ભાજપના જ કેટલાક કોર્પોરેટર કે કાર્યકરો ગેરકાયદે બાંધકામમાં આક્ષેપ થઈ રહ્યાં છે તે મુદ્દો પણ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!