MORBIMORBI CITY / TALUKOTANKARA

શિક્ષક કભી સાધારણ નહિ હોતા : ટંકારાના હરબટીયાળી ગામના શિક્ષિકાએ ગામની બજાર બોલતી કરી

શિક્ષક કભી સાધારણ નહિ હોતા : ટંકારાના હરબટીયાળી ગામના શિક્ષિકાએ ગામની બજાર બોલતી કરી

મોરબી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમજ ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા “બોલતી બજાર” નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.


શાળા સમય બાદ તેમજ વેકેશનના સમયમાં બાળકો રમતા રમતા શીખે તે હેતુથી ગીતાબેન દ્વારા ગામની બજારની દીવાલોમાં વિવિધ વિષયોના પાયાગત કન્ટેન્ટને આવરી લઈને પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ચારેય ભાષા માટે મૂલાક્ષરોથી લઈ તમામ પાયાગત વિષયવસ્તુ તેમજ ગણિત,પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનનું વિષયવસ્તુ બાળકો રમતા રમતા તેમજ હાલતા ચાલતા શીખે તે રીતે દીવાલો સજાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે સાપસીડી, લુડો, ચેસ, ઇસ્ટો વગેરે જેવી રમતો તેમજ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.
દીવાલોને ખખડાવતા જાણે સહજ રીતે બોલતી હોય તેવું લાગે તેવો પ્રયોગ ગીતાબેન દ્વારા કરવામાં આવ્યો છે.
હરહંમેશ આવી નાવીન્યપૂર્ણ કામગીરી કરતા ગીતાબેન દ્વારા કરાયેલ આ કામગીરીની તમામ લોકોએ પ્રશંસા કરી હતી.


શિક્ષક ધારે તો શું કરી શકે તે ખરેખર આજ ગીતાબેનના પ્રયોગ દ્વારા ચરિતાર્થ થતું જણાય છે.
બોલતી બજાર ના લોકાર્પણ સમયે ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને બી.આર.સી.કો ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી.કૌશિકભાઈ ઢેઢી, ગામના સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી શાળાના આચાર્યશ્રી મગનલાલ ઉજરીયા, શિક્ષકશ્રી મહેશભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગીતાબેનના કાર્યને બિરદાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!