
વિજાપુર પામોલ ગામ નજીક વિદેશી દારૂ રૂપિયા 2,90,000/-નો ઝડપાયો પોલીસે પકડેલા બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા રીમાન્ડ મંજુર કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પામોલ ગામની નજીકથી વિદેશી દારૂની બોટલો લઈ જતી સ્ક્રોપીયો કારને ઝડપી તેમાં બેઠેલા બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે સ્ક્રોપીયો ગાડી ની પાછળ આવી રહેલી બીજી કાર પોલીસ ને ચકમો આપી ફરાર થઇ ગઇ હતી.પોલીસે ફરાર કારના ચાલક સહીત પકડી પાડેલ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો ની માહીતી અનુસાર પોલીસ મથકે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક કાળા કલરની સ્ક્રોપીયો કાર વિદેશી દારૂ સાથે અંબાજી થી નીકળી ખરોડ થઈ પામોલ તરફના રોડ ઉપર નીકળી છે પોલીસે બાતમી ના આધારે સ્ક્રોપીયો કાર ને પામોલ નજીક ઉભી રાખી તપાસ કરતા કાર માંથી વિદેશી દારૂ ની બોટલો 1068 રૂપિયા 2,90,000 નું મુદ્દામાલ મળી આવતા બે ઈસમો અબ્દુલ તોફિક અબ્દુલ સત્તાર શેખ તેમજ શૈલેષ કુમાર બુનાભાઈ ખોખરીયા બંને રહે સાબરકાંઠા પોશીના ને ઝડપી લઇ સ્ક્રોપીયો કાર જેનો નમ્બર જીજે 1 આર એન 7172 ખોટી નંબર પ્લેટ લગાવી ઉપયોગ કરી ગુનો કરતા જ્યારે પીછો કરી રહેલ સફેદ સ્વીફ્ટ કાર કે1 જેનો નમ્બર જીજે.09.4155 કે જેનો પૂરો નમ્બર નથી પોલીસે અજાણ્યા વાહન ચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધી કુલ મુદ્દામાલ રૂપિયા 9,00,848 નો જપ્ત કરી અબ્દુલ તોફિક શેખ તેમજ શૈલેષ ખોખરીયા ને કોર્ટ માં રજૂ કરતા કોર્ટે એક દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે નાસી છૂટનાર સ્વીફ્ટ કાર ના ચાલક ને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.





