KUTCHMUNDRA

મુન્દ્રાની બી.એડ.કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

૨૫-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :-  ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવા તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં મુન્દ્રાની બી. એડ. કોલેજમાં ભાષા અભિવ્યક્તિના અભ્યાસ રૂપે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજની તાલીમાર્થી તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠકકર અને ડોલી ગુંસાઈ દ્વારા ભાવવાહી શૈલીમાં તુષાર શુકલનું “ભાષા મારી ગુજરાતી છે” ગીત રજૂ કરવામાં આવ્યું હતું. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા અને એક બાળકને માતા બની માતૃભાષામાં જ અભ્યાસ કરાવવાની સોનેરી સલાહ કોલેજના પ્રોફેસર કમળાબેન કામોલે ભાવિશિક્ષકોને આપી હતી.ગુજરાતી વિષયના પ્રોફેસર ડો. દીનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના જમાનામાં ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનું પસંદ કરે છે ત્યારે બાળક પોતાનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ મેળવે તેવી ભલામણ કરી હતી.ગુજરાતી કવિ – લેખકોને યાદ કરી તેમની ઉત્તમ કૃતિઓ અંગે પ્રકાશ પાડતા કોલેજની તાલીમાર્થીઓ આરતી સોલંકી, ફોરમ શાહ તથા ઝોહરા અવાડીઆએ માતૃભાષાના દિવસે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનરલ સેક્રેટરી ગોપાલ મેઘરાજ ટાપરિયાએ જ્યારે આભારવિધિ મહિલા પ્રતિનિધિ દ્રષ્ટિબેન મોતાએ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!