MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના કોતરા ગામે ઘર નજીક જાડી જાખરામાં સંતાડેલ બે લાખ ૬૦ હજારનો દારૂ પકડાયો

સંતરામપુર તાલુકાના કોતરા ગામે થી ઝાડીઝાખરામા ધરનજીક સંતાડેલ રાખેલ દારુનો જથ્થો રુપિયા બે લાખ સાઈઠહજાર ની કિંમત નો પકડાયો.

અમીન કોઠારી મહીસાગર

સતંરામપુર તાલુકા નાં ખેડાપા આઉટ પોસ્ટ પોલીસ હદ માં આવેલા કોતરા ગામે સંતરામપુર પો.ઈ.ડીડોર. ને મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફ દક્ષેસભાઈ સવરુપસીહ.લક્ષમણભાઈ રણછોડભાઈ.કલપેશભાઈ અરવિંદભાઈ.નરેનદૂભાઈ અમીરભાઈ.અનિલભાઈવજેસિહભાઈનાઓને સાથે રાખીને
ગઈકાલે રાત્રી નાં અંદાજે નવ વાગ્યે બાતમીના આધારે કોતરા ગામે રહેતા શૈલેશભાઈ રમેશભાઈ ડામોરના ધરે રેડ કરતાં પોલીસ ને જોઈ ને શૈલેશભાઈ રમેશભાઈ ડામોરના ઓ રાત્રી નાં અંધારા નો લાભ લઇ ને ફરાર થઈ ગયેલ.

આ દારુ વેચવા નો ધંધો કરનાર શૈલેશભાઈ રમેશભાઈ ડામોરના રહેવાના ધરની નજીક ની ખુલ્લી જમીનમાં ઝાડીઝાજરા માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૃનો જથ્થો સંતાડીને રાખેલ હોઈ આ પાસ પરમીટ વગર નો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અંદાજીત કિંમત રૂપિયા બેલાખ સાઈઠ હજાર નો દારુનો જથ્થો પોલીસે ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો સંતરામપુર પોલીસ મથકે એએસ આઈ.દક્ષેસભાઈસવરુપસી એ ફરીયાદ આપતાં પોલીસે બુટલેગર શૈલેશભાઈ રમેશભાઈ ડામોરની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોધી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ ધટના માં આરોપી શૈલેશભાઈ રમેશભાઈ ડામોર સ્થળે થી ફરાર થઈ જતાં આરોપી ની ધરપકડના સંતરામપુર પોલીસ દ્વારા ચક્રોગતિમાન કર્યા છે.

મહીસાગર જીલ્લામાં ને પંચમહાલ જિલ્લામાં ને દાહોદ જિલ્લામાં સંતરામપુર તાલુકાના પુર્વ વિભાગના સરાડ.કોતરા.નવાગામ .બટકવાડા વિસ્તારમાં થી તથા ફતેપુરા વિસ્તારમાં થી દેશી દારૂ નું મોટાપાયે ઉત્પાદન કરાતું હોય છે અને ત્યાંથી આ દેશી દારૂનું મહીસાગર જિલ્લા માં ને દાહોદમાં ને પંચમહાલ જિલ્લામાં પણ આ દેશીદારુઅનેક પ્રકારનાવાહનો દ્વારા સપ્લાય કરાય છે.

આ વિસ્તાર રાજસ્થાન ની નજીક હોય ત્યાં ના ગામો માં આવેલ દારૂ નાં ઠેકેદારો અને અન્યો ગેરકાયદેસર રીતે દારૂ નો જથ્થો સપ્લાય કરાય છે ને આ દારુ નો જથ્થો મહીસાગર જિલ્લા માં ને પંચમહાલ જિલ્લામાં ને દાહોદ જિલ્લામાંઠલવાય છે .

આ અસામાજિક બદી દુર થાય ને તેનાં પર રોક લગાવવાની જરૂર હોઈ રાજ્ય સરકાર ને ગૃહ વિભાગ ત્વરીત યોગ્ય કાર્યવાહી કરશે ખરી???

Back to top button
error: Content is protected !!