GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એનએસએસ ડે નિમિત્તે રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓ માટેનું સિલેક્શન સંપન્ન.

 

તારીખ ૧૫/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

તારીખ ૨૨ થી ૨૪ સપ્ટેમ્બરના રોજ રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાત યુનિવર્સિટી ખાતે જેમાં નિબંધ,વકતૃત્ત્વ,શીઘ્ર કાવ્ય સ્પર્ધા,વાદ્ય સંગીત,ગરબા, એકત્રીય અભિનય, રંગોળી,શીઘ્ર સંસ્કૃત શ્લોક પઠન જેવી સ્પર્ધાઓ યોજાશે. સદર સ્પર્ધાઓ માટે યુનિવર્સિટી કક્ષાએ સ્પર્ધક પસંદગી એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ એનએસએસ વિભાગના સૌજન્યથી યોજાયું. જેમાં સૌપ્રથમ વખત ૩૫ જેટલી કોલેજોના ૧૭૫ જેટલા સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. જે મીની યુવક મહોત્સવનો પ્રભાવ વર્તાતો હતો.

ઉદઘાટનના પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ટ્રસ્ટી મંડળના મંત્રી જયંતિભાઈ પટેલે સ્પર્ધક સિલેક્શન નિમિત્તે આનંદ વ્યક્ત કરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના આચાર્ય ડૉ.કિશોરભાઈ વ્યાસે ૩૫ વર્ષ બાદ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમને વખાણી પાણી બચત, પ્રાણીઓ પ્રત્યે સંવેદના દાખવવા ટકોર કરી હતી. યુનિવર્સિટીના એનએસએસ વિભાગના કોઓર્ડીનેટર પ્રોફેસર મયંકભાઈ શાહે કાર્યક્રમથી અવગત કર્યા ત્યારબાદ લક્ષ્ય ગીતમાં સૌ જોડાયા હતા. સાયબર ક્રાઇમ વિશે ડૉ.સંજયભાઈ જોષીએ સૌને માહિતગાર કર્યા હતા.સર્વે નિર્ણાયકોનું પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગરબામાં પ્રથમ નંબર તથા અન્ય સ્પર્ધાઓના એક થી ત્રણ નંબરના વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. હરેશભાઈ સુથાર અને કોલેજના સ્વયંસેવકો દ્વારા સફળતાથી સંપન્ન થયો. એન એસ એસ વિભાગના યુનિવર્સિટી સલાહકાર સમિતિના સભ્ય ડૉ.અજયભાઈ સોની કાર્યક્રમમાં જોડાઈને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!