GUJARATJETPURRAJKOT

કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિનું ઉત્પાદન-વેચાણ-વ્યવસ્થાપન અંગે સમીક્ષા બેઠક યોજાઇ

તા.૧૯/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિનું ઉત્પાદન-વેચાણ-વ્યવસ્થાપન અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી તેમજ અન્ય પ્રોડક્ટ્સના વેચાણ અર્થે જગ્યા ફાળવણી સંબંધી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ દરેક તાલુકાના ખેતી અને બાગાયત વિભાગના અધિકારીઓને લોકો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરતા થાય તે માટે વ્હેલામાં વ્હેલી તકે વેચાણ કેન્દ્રો શરૂ કરવા ખાસ તાકીદ કરી હતી. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિની તાલીમ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સંખ્યા, પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર તથા પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અંગે આવશ્યક સૂચનો આપ્યા હતા. તેમજ પ્રાકૃતિક કૃષિ મેળાનું આયોજન કરવા જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકામાં ૨૩ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેનો કુલ વિસ્તાર ૨૩૧૭૪ એકર જેટલો છે. સરકારના પ્રયાસોથી વધુ ને વધુ ખેડૂતો રાજ્ય પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય, તે માટે તેઓના ઉત્પાદનનું યોગ્ય વેચાણ અને મૂલ્ય મળી રહે તે માટે ગ્રામ્ય, તાલુકા તેમજ શહેર કક્ષાએ જગ્યાની ફાળવણી કરવામાં આવી રહી છે. આવનારા ટુંક સમયમાં તેઓને જગ્યાની ફાળવણી થઈ જાય તે માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રીઓ કે. જી. ચૌધરી, રાજેશ આલ, સંદીપ વર્મા અને જે. એન. લીખીયા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી રસિકભાઈ બોઘરા, નાયબ ખેતી નિયામકશ્રી વિજયભાઈ કોરાટ, ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારીશ્રી હસમુખ વાદી સહિત આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!