MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા -શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા 11મો સમૂહ લગ્ન યોજાશે

ટંકારા -શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા 11મો સમૂહ લગ્ન યોજાશે


હર્ષદભાઈ કંસારા ટંકારા : શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ ટંકારા દ્વારા 11મો સમૂહ લગ્નનું તારીખ 22/ 4 2023 શનિવાર અખાત્રીજ ના રોજ અધ્યક્ષ અરવિંદભાઈ બારૈયા તથા ઉપાધ્યક્ષ કચરાભાઈ જીવરાજભાઈ ઘોડાસરાના દ્વારા આયોજન કરાયેલ છે
શ્રી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ ટંકારા ના પ્રમુખ હીરાભાઈ ફેફર ,ઉપપ્રમુખ દીપકભાઈ સુરાણી, વલમજીભાઇ રાજપરા, મંત્રી રમેશભાઈ કૈલા,સહમંત્રી ગોરધનભાઈ ચીકાણી ડાયાલાલ બારૈયા, ખજાનચી કેશવજીભાઈ જીવાણી, વિનોદભાઈ સુરાણી , વાત્સલ્ય મનીપરા અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા કલ્યાણપર મુકામે, ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ વાડી ખાતે સમૂહ લગ્ન યોજાયેલ છે.સમૂહ લગ્નના તારીખ 22/ 4 2023 ના શુભ પ્રસંગો: મંડપ મુહર્ત :સવારે 8:00 કલાકે, જાન આગમન: સાંજે 5:00 કલાકે સામૈયા: સાંજે 6:00 કલાકે ભોજન સમારંભ: સાંજે 7:30 કલાકે તથા કન્યા વિદાય રાત્રે: 9:30 કલાકે અપાશે.


આ સમૂહ લગ્નમાં 27 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે તેમને પરમ પૂજ્ય મહંત દામજી ભગત નકલંક મંદિર બગથળા દ્વારા આશીર્વાદ અપાશે.
કન્યાદાનમાં રામાયણ ગ્રંથ, ભાગવત ગીતા ,કબાટ ,રસોડાના સેટ સહિત 61 આઈટમો કન્યાદાન માં અપાશે.
સમૂહ લગ્ન ઉત્સવ ના 45 જેટલા ગામના કાયમી દાતાઓ છે તેમના તરફથી રૂપિયા 500 થી 1,51,000 સુધીનો આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભોજન ચા પાણી મિનરલ વોટર સાઉન્ડ સર્વિસ વગેરેના દાતાઓ દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થયો છે.ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજના પ્રમુખ હીરાભાઈ ફેફર જણાવે છે કે સમસ્ત ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજના ઉમા છત્રરૂપે સમાજ ભવન નિર્માણ કાર્ય આકાર લઈ રહ્યું છે. ત્યારે આસ્થા અને એકતા ના પ્રતિક રૂપે સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપ સ્વરૂપે નિર્માણ પામતા સમાજભવનમાં આર્થિક સહયોગમાં ભાગીદાર બની અનુદાન આપવા અપીલ કરાયેલ છે. તેમજ નવદંપતી ને આશિર્વાદ આપવા પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવે લ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!