GUJARATHALOLPANCHMAHAL

હાલોલ સર્કિટ હાઉસ ખાતે વડોદરા ઝોન પ્રાદેશિક કમિશનર ની અધ્યક્ષતામાં ઝોનલ રીવ્યુ બેઠક યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૩.૨૦૨૪

હાલોલ સર્કિટ હાઉસ ખાતે હાલોલ નગર પાલિકા ના યજમાન પદે વડોદરા ઝોન પ્રાદેશિક કમિશનરની પ્રેરક ઉપસ્થિતિમાં રીવ્યુ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા ઝોન ની 26 નગર પાલીકા ની કામગીરીમાં સમીક્ષા કરવામાં આવી હતી.હાલમાં કેન્દ્ર સરકાર તરફથી નિર્મળ ગુજરાત ૨.૦ મિશન લોન્ચ કરવામાં આવેલ છે.તે મુજબ શહેરોમાં ઇવેન્ટ ,લગ્નો, સહિતના કાર્યક્રમોમાં ઝીરો વેસ્ટ પોલીસથી થાય તે બિરદાવવા યોગ્ય છે. જેને લઇ હાલોલ નગરપાલિકાએ ઝીરો વેસ્ટ ઇવેન્ટમાં અનોખી પહેલ કરી હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસરે આ ઇવેન્ટને ઝીરો વેસ્ટ બનાવવા માટે પ્લાસ્ટિક કાગળના કપ,ડીશ,થાળી,પ્યાલા,વાટકી ચમચી નો ઉપયોગ કરવાનો ટાળી તેની જગ્યાએ કાચ,સ્ટીલ કાંસાના વાસણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જ્યારે મીટીંગ બાબતે પ્લાસ્ટિકનું બેનરના બદલે નોટિસ બોર્ડનો ઉપયોગ કરી ઝીરો વેસ્ટ પોસ્ટ પોલીસી માટેની અનોખી પહેલ કરાઈ હતી.જ્યારે વધેલ રસોઈ પણ ફેંકવામાં ન આવે તેની કાળજી રાખી બધું જ ભોજન મહેમાનો સિવાયના અન્ય વ્યક્તિઓને પણ ખવડાવી ઝીરો વેસ્ટ ઇવેન્ટનું સફળતા પૂર્વક નિર્માણ કર્યું હતું.વધુમાં હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર ના જણાવ્યા મુજબ આગામી સમયમાં હાલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં સઘન અને પરિણામલક્ષી કામગીરી થનાર છે જેમાં ભીનો સુકો કચરો અલગ જ લઈ જવા માટેની વ્યવસ્થા, રાત્રિ સફાઈ,કોમર્શિયલ અને ટ્રાન્સપોર્ટ હબ ની આસપાસ બે વખત સફાઈ, કચરાનું પ્રોસેસિંગ થાય તેની વ્યવસ્થા,શહેરની દીવાલોનું સુશોભન, રસ્તાઓને આયકોનિક બનાવી એન્ટ્રીઓ આકર્ષક બનાવવાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!