ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ મેઢાસણ નજીક ઇકો કારમાંથી 574 બિયર ટીન જપ્ત કર્યા,બુટલેગર ફરાર 

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ મેઢાસણ નજીક ઇકો કારમાંથી 574 બિયર ટીન જપ્ત કર્યા,બુટલેગર ફરાર

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ જીલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સખ્ત આદેશના પગલે જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા LCBએ મેઢાસણ ચાર રસ્તા નજીક ઇકો ભરેલી ગાડીનો પીછો કરતા બુટલેગરો ટીંટીસર નજીક કાર મૂકી ફરાર થઇ ગયા હતા પોલીસે ઇકો કારમાંથી 1.26 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ. એચ. ઝાલા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મેઢાસણ ચાર રસ્તા નજીક વાહનોનું ચેકીંગ હાથધરતા સરડોઇ તરફથી શંકાસ્પદ ઝડપ સાથે ઇકો કારને અટકવાવનો પ્રયત્ન કરતા ઇકો કાર ચાલક કાર પરત હંકારી મુકતા એલસીબી ટીમે ફિલ્મી ઢબે પીછો કરતા ટીંટીસર નજીક ઇકો કાર રોડ સાઈડ ઉતરી જતા બુટલેગર અને તેનો સાગરિત કાર મૂકી અંધારામાં ફરાર થઇ ગયા હતા

એલસીબી પોલીસે ઇકો કારની તલાસી લેતા ઇકો કારમાં સંતાડેલ વિદેશી દારૂના બિયર ટીન નંગ-574 કિં.રૂ.126280/-નો જથ્થો અને કાર મળી કુલ.રૂ.4.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બુટલેગરો અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા નિતનવા કિમીયા અપનાવી રહ્યા છે જોકે એલસીબી પોલીસ બાતમીદારોની મદદથી બુટલેગરોની દારૂ હેરાફેરી નિષ્ફળ બનાવી રહી છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!