AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વાયદુન ગુજરાતી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં પૂર્ણા નદીનાં નીર ફરી વળતા જંગી નુકસાન….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેનાં પગલે ડાંગની અંબિકા,પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓ ગાંડીતુર હાલતમાં વહેતી થઈ છે.તેવામાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ વાયદુન ગામની પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ ફરી વળતા જંગી નુકસાન થયુ છે.વાયદુન ગુજરાતી પ્રાથમિક શાળા ગામથી બે કિલોમીટરનાં અંતરે પૂર્ણા નદીનાં કિનારે આવેલ છે.જેથી અનરાધાર વરસાદમાં દરવર્ષે આ શાળા બેટમાં ફેરવાઈ જાય છે.આજરોજ પણ ડાંગની વાયદુન પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ ચારે બાજુથી ફરી વળતા અહી બેટ ટાપુ જેવા દ્રશ્યો સર્જાયા હતા.જોકે દર વર્ષની જેમ આજરોજ પણ અનરાધાર વરસાદનાં પગલે શિક્ષકોએ માસૂમ બાળકોને ખસેડી દેતા મોટી જાનહાનિ ટળી છે.ત્યારે ડાંગ વહીવટી તંત્ર પૂર્વપટ્ટીની વાયદુન શાળા અંગે યોગ્ય પગલા ભરે તે જરૂરી બની ગયુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!