NAVSARI

નવસારી ખાતે બાગાયતી પાકોમાં નર્સરી વ્યવસ્થાપન અંગેનો વર્કશોપ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી દક્ષિણ ગુજરાત બાગાયતી પાકોમાં રાજ્યમાં અગ્રેસર છે બાગાયતી પાકોનું ગુણવત્તાયુક્ત પલાન્ટિંગ મટિરિયલ ઉત્પાદન માટે નર્સરી વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી ખેડૂતોને  નર્સરી ઉધોગ તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા નેશનલ હોર્ટિકલચર મિશન યોજના અંતર્ગત નાયબ બાગાયત નિયામકશ્રીની  કચેરી નવસારી અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં નર્સરી વ્યવસ્થાપન વિષય ઉપર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના નર્સરીધારકો અને ખેડૂતો માટે વર્કશોપ અસ્પી બાગાયત મહાવિદ્યાલય નવસારી ખાતે યોજાયો હતો .આ કાર્યશાળામાં ફળ, ફૂલ અને શાકભાજીના ગુણવકતા યુક્ત રોપ , અને કલમો કરવા પ્લગ ટ્રે નર્સરી, નર્સરી મિકેનાઇઝેશન,વેજીટેબલ ગ્રાફટિંગ તેમજ નર્સરી એક્રિડિટેશન નર્સરીમાં રોગ જિવાત વ્યવસ્થાપન જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં સાથે બાગાયતી પાકોની નર્સરીના લાગતા પ્રશ્નોની પર ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્કશોપમાં નવસારી કૃષિ યુનીવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન.એમ.ચૌહાણ , નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાળીયા, અસ્પી બાગાયત મહાવિધાલયના ડીન ડો.અલકા સીંઘ , મદદનીશ નિયામકશ્રી પ્રીતિ દેસાઈ તથા દક્ષિણ ગુજરાતના ખેડૂતો હાજર રહી વર્કશોપને સફળ બનાવ્યો હતો .

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!