GUJARATMORBI

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુલાલ શિહોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.જાડેજાની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરાયું

મોરબી જિલ્લા પંચાયત ખાતે ૧૫ ઓગસ્ટ ના રોજ ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા પંચાયત પટાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુલાલ શિહોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજય સિંહ ડી.જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


આ કાર્યક્રમ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુલાલ શીહોરાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન, રાષ્ટ્ર ગીત તેમજ ધ્વજ વંદન સહીત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લા પંચયત પ્રમુખશ્રી ચંદુલાલ શિહોરા દ્વારા આપણા શહીદો તેમજ ક્રાંતિવીરોને યાદ કરી દેશભક્તિ ઉજાગર કરતું પ્રેરક તેમજ હૃદય સ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ઉજાગર કરતાં વિવિધ સાંસ્કૃતિક તેમજ દેશભક્તિ ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણ ને દેશભક્તિમય બનાવી દીધું હતું. પોટરી પ્રાથમિક શાળામાં ધોરણ -૬ મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાધિકા સિચંદા દ્વારા સ્વચ્છતાં વિશેના પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા વિશેની સરકારી યોજનાઓ અને દરેક નાગરિક ની પોતાની નૈતિક ફરજની જાણકારી આપી. ઉપસ્થિત તમામ લોકોને રાધિકાના વક્તવ્ય તેમજ સરકારી શાળાના બાળકો દ્વારા રજૂ થયેલ તમામ કૃતીઓએ આનંદ વિભોર કરી દીધા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજય સિંહ ડી. જાડેજા દ્રારા સ્વચ્છતાં અંગેનું વક્તવ્ય રજુ કરનાર રાધિકાના વિશેષ સન્માન સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમખશ્રી સહિત તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓનું શાબ્દિક તેમજ પ્રોત્સાહક ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પી.વી. અંબારિયાના માર્ગદર્શન હેઠળ ધ્વજ વંદન વિધિનું લાયઝનીંગ કલ્યાણ ગ્રામ પ્રા. શાળાના શિક્ષકશ્રી રાજેશભાઇ પરમાર દ્વારા તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જવાહર પ્રા.શાળાના શિક્ષિકા દર્શનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા સાથે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ સહિત જિલ્લા પંચયતની તમામ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળઓ જવાહર પ્રા. શાળા, પોટરી પ્રા. શાળા અને લાયન્સ નગર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!