GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન બિસ્માર બનતા આપ પાર્ટીના આગેવાનોએ કાર્યવાહી કરવા માંગ કરી
તા.18/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રિવરફ્રન્ટ પર આવેલું મુખ્ય મોક્ષધામ સંપૂર્ણ બિસ્માર હાલતમાં છે આમ છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું તંત્ર, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ભાજપના આગેવાનો વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરી શહેરીજનોને ગુમરાહ કરી તેમની લાગણી સાથે ચેડા કરી રહ્યા છે આવી અતિ સંવેદનશીલ બાબતમાં પણ તંત્ર અને રાજકીય આગેવાનો નીંભર નિષ્ક્રિયતા દેખાડતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય લોકોએ અમને મોક્ષધામ બાબત અવાઝ ઉઠાવવા હાકલ કરતા હવે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો મોક્ષધામ બાબત તંત્ર તાત્કાલિક નક્કર કામગીરી નહીં કરે તો સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કાઢીશું તેવું જણાવ્યું હતું.