GUJARATJETPURRAJKOT

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે એઈમ્સ-રાજકોટની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

તા.૪/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

નિયત માપદંડોના પાલન સાથે બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી,

રાજ્ય સરકારના તમામ સહયોગ અંગે ખાતરી આપતા મુખ્યમંત્રીશ્રી

એઇમ્સ ખાતે ઉપલબ્ધ ઉત્કૃષ્ટ સારવાર સુવિધાઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ એઇમ્સની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા હાથ ધરી હતી. એઇમ્સ પરિસર ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રી એઇમ્સના તમામ ઘટકો સંદર્ભે થયેલ કામગીરીની ઝીણવટભરી બાબતોથી માહિતગાર થયા હતા અને નિયત રાષ્ટ્રીય માપદંડોના પાલન સાથે બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.

રાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થા હોવાથી શહેરમાંથી વિવિધ રસ્તે એઇમ્સ સુધી પહોંચવા માટે નાગરિકોને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી હતી અને આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો તેના નિવારણ અર્થે અંગત રીતે પોતાનું ધ્યાન દોરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. એઇમ્સ ખાતે અત્યાર સુધી કરાયેલા આરોગ્ય કેમ્પની માહિતી મેળવી જાહેર જનતાના લાભાર્થે આવા વધુ ને વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવા તેમણે બેઠકમાં ભાર મુકયો હતો. મુખ્યમંત્રીશ્રીએ દર ૧૫ દિવસે એઇમ્સની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા સૂચન કર્યું હતું

સમીક્ષા બેઠકના પ્રારંભે એઇમ્સના એકઝીકયુટીવ ડાઇરેકટર કર્નલ સી.ડી.એસ. કટોચે મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ચિન્હ આપી આવકાર્યા હતા. એડમિનિસ્ટ્રેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ પુનિતકુમાર અરોરાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મુખ્યમંત્રી સમક્ષ એઇમ્સ હેઠળ કાર્યરત કરાયેલા તમામ પ્રોજેક્ટ, પ્રગતિ હેઠળના પ્રકલ્પો તથા ભવિષ્યના પ્રોજેક્ટ વિશેની સમગ્રતયા જાણકારી રજૂ કરી હતી. એઇમ્સની નિર્ધારિત કામગીરી પૈકી ૭૩ ટકા કામગીરી સંપન્ન થઇ હોવાનું પણ તેમણે આ તકે જણાવ્યું હતું.

આ તકે કલેકટરશ્રી પ્રભવ જોષીએ મુખ્યમંત્રીશ્રીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, એઇમ્સ માટેની અંદાજે ૨૦૦ એકરથી વધુ પૈકીની ૯૦ ટકા જમીન સરકારી હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન મહદ અંશે નિવારી શકાયો છે.

આ બેઠકમાં એઇમ્સની તાજેતરની પ્રગતિ હેઠળની કામગીરી જેમકે ઇમારતો, ફર્નિચર, તબીબી ઉપકરણો, ઇ-સંજીવની સેવા, વિવિધ ફેકલ્ટી, ગુજરાત ગેસ, સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી પરિસરમાં થયેલ વૃક્ષારોપણ, કેન્ટીન, એ.ટી.એમ., જનૌષધિ સ્ટોર, હોસ્પિટલ બ્લોક, રેસિડેન્સીયલ બ્લોક, ગેસ્ટ હાઉસ, ડાયરેક્ટર બંગલોઝ, નર્સિંગ બિલ્ડીંગ, આયુષ બિલ્ડિંગ, ડાઇનિંગ હોલ, એર કન્ડિશનિંગ-ગ્રીડ-પાવર સબ સ્ટેશન્સ,એમ્બ્યુલન્સની સવલત વગેરે વિષે આ બેઠકમાં સવિસ્તર ચર્ચા કરાઇ હતી.

સમીક્ષા બેઠક અગાઉ મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ કાન-નાક-ગળા (ENT), નેત્ર વિભાગ, દંત ચિકિત્સા વિભાગ અને આપાતકાલીન વિભાગની મુલાકાત લઇ દર્દીઓને ઉચ્ચસ્તરીય તકનીક અને તબીબી સાધનો તેમજ ડિજિટલ ટેક્નોલોજી પ્લેટફોર્મ જેમ કે ‘ઇ-સંજીવની’ દ્વારા આપવામાં આવતી સારવાર અને આયુષમાન ભારત ડિજિટલ મિશન હેઠળ બનાવવામાં આવતા ABHA(Ayushman Bharat Health Account)ની સવલતોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઓ.પી.ડી. વિભાગની મુલાકાતની સાથેસાથે ઇન પેશન્ટ વિભાગ (આઈ.પી.ડી)ની પણ મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પ્રોજેક્ટની માહિતી મેળવી અહીં સારવાર અર્થે દાખલ થનાર દર્દીઓ માટે કરવામાં આવેલી બેડ તેમજ ઓપરેશન થિયેટરની વ્યવસ્થાપનની વિગતો રસપૂર્વક જાણી હતી.

આ બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સર્વશ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યોશ્રી દર્શિતાબેન શાહ અને શ્રી દુર્લભજીભાઇ દેથરીયા, મેયરશ્રી પ્રદિપ ડવ, પોલિસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલ, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ તથા એઇમ્સના તબીબો અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!