MALIYA (Miyana): માળિયા ના મોટા દહિસરા ગામે તળાવનું મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી

MALIYA (Miyana): મોરબીમાં માળિયા ના મોટા દહિસરા ગામે સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ જતા જોખમી બનેલા તળાવનું મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી
સ્થિતિની ગંભીરતા જોતા મંત્રીશ્રીએ તળાવમાંથી પાણી નિકાલ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા તાકીદ કરી
મોરબીમાં માળિયા તાલુકાના મોટા દહિસરા ગામે સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ જતા જોખમી બનેલા તળાવનું મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નિરીક્ષણ કરી તાત્કાલીક અસરથી યોગ્ય પગલાં લેવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
મોરબી જિલ્લની ગંભીર પરિસ્થિતિ અન્વયે જિલ્લાની સમીક્ષા અર્થે આવેલા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ માળીયા તાલુકાના મોટા દહિસરા ગામે પૂરેપૂરા ભરાઈ જઈ જોખમી બનેલા તળાવનું નિરીક્ષણ કરી પરિસ્થિતિની ગંભીરતા જોઈને તાત્કાલિક જિલ્લા કલેક્ટરશ્રીનો ટેલિફોનીક સંપર્ક કરી યુદ્ધના ધોરણે યોગ્ય કામગીરી કરાવવા માટે સૂચના આપી હતી.
મોટા દહિંસરા ગામે ૫૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં ફેલાયેલું તળાવ હાલ છલોછલ ભરાઈ ચૂક્યુ છે. હવે બનતી ત્વરાએ કોઈ પગલાં લેવામાં ન આવે તો તળાવનું પાણી ગામમાં ઘુસી શકે તેવી સંભાવના છે, અથવા જો તળાવ તૂટે તો ભારે તારાજી સર્જાય તેમ છે જેથી મંત્રીશ્રીએ આ તળાવનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી તાકીદ કરી હતી. સ્થળ પર હાજર તલાટી મંત્રીશ્રીને પણ મંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ મોટા દહિંસરા, વવાણીયા સહિતના વિસ્તારમાં તાળાવો અને ખેતરોમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સાથે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને મોટા દહિંસરા, વવાણીયા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા










