GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકા શાળા નંબર-૨ ના ધોરણ ૬-૭-૮ ના વિધાર્થી ઓને જીવનભર યાદ રહે તેવો પ્રવાસ કરાવ્યો

મોરબી તાલુકા શાળા નંબર-૨ ના ધોરણ ૬-૭-૮ ના વિધાર્થી ઓને જીવનભર યાદ રહે તેવો પ્રવાસ કરાવ્યો

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી તાલુકાના દરબારગઢ ચોકમા આવેલ તેમજ પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ તાલુકા શાળા નંબર ૨ માં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના સિધ્ધાંતો દ્વારા પ્રકૃતિવાદ, વાસ્તવવાદ,આદર્શવાદ અને અનુભવ દ્વારા શિક્ષણ મેળવે તેવા પ્રયાસનો હેતુ સિધ્ધ થાય તે માટે શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરેલ.જેમાં જામનગર જિલ્લામાં આવેલ નરારા ટાપુ માં દરિયાઈ જીવસૃષ્ટિ અને વનસ્પતિ જેવી કે ઓક્ટોપસ, જેલ ફિશ ,ઢોંગી માછલી ,કરચલા ,સમુદ્રી કાકડી, સ્ટાર ફિશ, કોરોન, મેગ્રુંવ, જુદી જુદી પ્રકાર ની લીલ, સમુદ્રી નાના જીવો વગેરેનું વાસ્તવિક અનુભવજન્ય શિક્ષણ મેળવીને વિદ્યાર્થિનીઓ રોમાંચિત થઈ હતી તથા આરાધના ધામમાં મહાન સમાજ સુધારક અને વ્યસનથી થતી આડઅસર અને સાદું જીવન જૈવિક રસાયણ વગર નો શુધ્ધ ખોરાક ખાવો જોઈએ તેનો એહસાસ થયેલ.અને રિલાયન્સ મોલ મા બજાર, માંગ, ભાવ અને માર્કેટિંગનો અનુભવ વાસ્તવમા મળેલો. આમ આ પ્રવાસના આયોજનથી ધોરણ ૬થી૮ની વિદ્યાર્થિનીઓને ભાર વગરનું ભણતર પ્રાપ્ત થયું તેમજ પ્રવાસને સફળ બનાવવા જાડેજાભાઈ, સ્વાતિબેન, નફિસાબેન વગેરે શિક્ષકોએ ખૂબ મહેનત ઉઠાવી હતી.આમ વિદ્યાર્થીનીને આજીવન પ્રવાસની યાદ રહેશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!