ARAVALLIBHILODAGUJARAT

ભિલોડા : આવું કામ તમે પણ નહિ જોયુ હોય..? ભિલોડના શામળાજી નજીક આવેલા ચેક ડેમમા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર : તંત્ર મૌન,

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : આવું કામ તમે પણ નહિ જોયુ હોય..? ભિલોડના શામળાજી નજીક આવેલા ચેક ડેમમા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર : તંત્ર મૌન,

અરવલ્લી જિલ્લામાં હવે ભ્રષ્ટાચાર એ માજા મૂકી હોય તેમ એક પછી એક કામમાં વેઠ ઉતારી કામોના લાખો રૂપિયાના બીલો પાસ થઇ જાય તો નવાઈ નહિ…! અને આ ભ્રષ્ટાચાર કામોમાં જાણે જિલ્લાના અધિકારીઓથી લઇ ને તાલુકા તેમજ પંચાયત સુધીના તમામ લોકો મૌન હોય તેવું લાગી રહ્યું છે વધુમાં જે ભ્રષ્ટાચારરૂપી કામો થઇ રહ્યા છે તે બાબતે શું જિલ્લા અધિકારી તપાસ કરતા હશે કે નહિ તે પણ સવાલ છે.એક એવા કામના ફોટા અને વિડિઓ વાયરલ થયા છે કે તે જોઈને કહી શકાય કે સરકારી કામોમાં આવી વેઠ.. વાત છે ચેકડેમના કામની

 

સરકારે પાણીના સંગ્રહ માટે વિવિધ અભિગમો રાખી પાણી નો સંગ્રહ કરી શકાય તે માટે નદી તળાવો સહીત અનેક જગ્યાએ ચેકડેમો બનાવના કામો આપતી હોય છે પરંતુ આવા કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો એ છે ભિલોડા તાલુકામાં આવેલ એક ચેકડેમ નું કામ અને હાલ ભિલોડા તાલુકાના એક ચેકડેમ ના ફોટો અને વિડિઓ વાયરલ થયા છે અને ભ્રષ્ટાચાર ની પોલ ખુલ્લી કરી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે ભિલોડા તાલુકાના અંતરિયાર વિસ્તારમાં ભ્રષ્ટાચારની તો હદ થઈ ગઈ હોય તેવું લાગી રહયું છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ચેક ડેમની અંદર લાકડા સિમેન્ટની કોથળીઓમાં માટી,ઇટના ટુકડાઓ પથ્થરો નાખી કામ પૂર્ણ કર્યાનો વિડિઓ વાઇરલ થતા અનેક તર્ક ઉભા થયા છે ખાસ કરીને કહી શકાય કે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રકરની મિલીભગતથી સરકારી ચોપડે નુકશાન થઈ રહ્યું તેવું હાલ ફોટા અને વિડિઓ જોતા લાગી રહ્યું છે વધુમાં આ કામ

એસ્ટીમેન્ટ મુજબનું કામ થયું નથી અને પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટના રૂપિયાનો સરેઆમ ભ્રષ્ટાચાર અને ગુણવત્તા યુક્ત કામ થયું નથી તેવી લોક ચર્ચાઓ જામી છે ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રકર સામે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.ચેકડેમમાં રેતી સિમેન્ટ કપચી ની જગ્યાએ પથ્થરો લાકડા અને માટી નાખી રેતી કપચી સિમેન્ટ બચાવી મોટા પાયે કોન્ટ્રાક્ટરને નફો કર્યો હોવાની લોકમુકે ચર્ચાઓ જામી છે.ફોટા અને વિડિઓ જોત તો લાગી રહયું છે કે ચેકડેમ આવતા દિવસો પહેલાં જ ચોમાસે ધોવાઈ જાય તો નવાઈ નહિ..!!! આ બાતે ભિલોડા તાલુકાના સિંચાઈ વિભાગમાં એક અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે એ કામ અમારા અંડરમાં આવતું જ નથી અને આવો કોઈ કામનો વર્ક ઓડર પણ ઇસ્યુ કરવામાં આવ્યો નથી તેમ જણાવ્યું હતું.અને અમે પણ ત્રણ થી ચાર ડિપાર્ટમેન્ટ માં પૂછ્યું એ એમ કહે છે કે અમારામાં પણ નથી આવતું તેમ જણાવ્યું હતું.અને કહ્યું હતું કે આવા કામો કોઈ મંજુર કરવામાં આવ્યા નથી તેમ જણાવ્યું હતું.ત્યારે શું આ કામ કોનું અને આવા કામો કોને મંજુર કર્યા એ પણ સવાલ ઉભો થયો છે તો શું જવાબદાર તંત્ર કોણ અને કોના હાથ નીછે આવા કામો થઇ રહ્યા છે તે તપાસ થાય તે જરૂરી છે ત્યારે હાલ તો ભિલોડા સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા લૂલો બચાવ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!