GUJARATJETPURRAJKOT

Rajkot: પડધરી તાલુકાના વચલી ઘોડી ગામે સ્વીપ અંતર્ગત મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા નાગરિકોમાં મતદાન અંગે વધુમાં વધુ જાગૃતિ લાવવા અને મતદાન વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

આ ઉપક્રમે અધિક કલેકટરશ્રી અને સ્વીપના નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ પડધરી તાલુકાના વચલી ઘોડી ગામે મતદાર જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો દ્વારા મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તથા મહિલાઓ ૭ મે ના રોજ મતદાન કરે અને પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આમ, મહિલાઓ પણ વધુ મતદાન કરે તે માટે “સ્વીપ પ્રવૃતિ” અંતર્ગત મતદાન જાગૃતિસભર વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!