DANGWAGHAI

વઘઇ ચાર રસ્તા પાસે ધોધમાર વરસાદનાં પગલે એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ ચાર રસ્તા પાસે માર્ગની બાજુમાં આવેલ વર્ષો જૂનુ વૃક્ષ વરસાદના કારણે ધરાશાઈ થતા વાહન વ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાયો હતો.ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.ત્યારે વરસાદના કારણે એક તરફ ડાંગના જંગલ વિસ્તારમાં અપ્રતિમ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યા છે.તો બીજી બાજુ વરસાદને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વઘઈ ચાર રસ્તાની બાજુમાં આવેલ વર્ષો જૂનું તોંતિંગ વૃક્ષ ધોધમાર વરસાદનાં પગલે ધરાશાઈ થઈ પડી જતા થોડાક સમય માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.રસ્તો બંધ થતા સ્થાનિકોએ અને રાહદારીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.તેમજ વૃક્ષ જીવંત વીજતાર પર પડતા વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, વઘઇ ચાર રસ્તા પાસે વૃક્ષ ધરાશાઈ થતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.તેમજ વીજ કંપની દ્વારા પણ તૂટી ગયેલા વીજ તારની કામગીરી શરૂ કરવામાં આવતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!