GUJARATKHERGAMNAVSARI

ખેરગામ કુમાર શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ કુમાર શાળા ખાતે સમગ્ર ભારત સાથે ગુજરાત રાજ્યમાં પણ ઘરઘર સુધી પહોંચી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓ લાભ અને યોજના વિશે માહિતી પહોંચાડવનાન હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ભવ્યતાથી વિકસિત ભારત સંકલ્પ રથનું આદિવાસી પરંપરા મુજબ તુર અને થાળી વગાડી અનેરું સ્વાગત કરવામાં આવ્યું શાળામાં વિદ્યાર્થીઓ સુંદર પ્રાર્થના, નાટક રજુ કર્યા હતા મહત્તમ લોકોએ ઘણી બધી યોજનાઓનો સીધો લાભ લીધો. જેમાં ખાસ આયુષમાન ભારત કાર્ડ , એલ પી. જી. કનેક્શન, PM આવાસ સહાય, બાથરૂમ સહાય, પશુપાલન સહાય, આધારકાર્ડ સુધારા, વિશ્વકર્મા યોજન વગેરે તમામ યોજના નો સીધો લાભ આપવામાં આવ્યો. અને અંતમાં વિકસિત ભારતનો શપથ વિધિ શ્રી જયંતભાઇ પટેલ શિક્ષકશ્રી એ કરાવ્યો હતો. અંતે અલ્પાહાર લઈ સર્વે એ વિદાય લીધી હતી આ પ્રસંગે ખેરગામ તાલુકાના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ શ્રી ભીખુભાઇ આહીર, ખેરગામ તાલુકા સામાજિક ન્યાય સમિતિ ના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા , ખેરગામ તાલુકા વિકાસ અધિકારશ્રી એમ .પી. વિરાણી સાહેબ, મામલતદાર શ્રી દલપતભાઈ ,ગામના સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ , ડેપ્યુટી સરપંચ શ્રી જીજ્ઞેશ ભાઈ પટેલ, મહિલા મોરચા અઘ્યક્ષ શ્રીમતિ જીજ્ઞાબેન, માજી સરપંચ શ્રી કાર્તિકભાઈ, ભૌટેશ ભાઈ કંસારા કુમાર શાળા અને કન્યા શાળાના શિક્ષકો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!