GUJARAT

GMB-તંત્રના બદલે સંવેદનશીલતાની ચિંતા કરતુ કર્મચારી મહાસંઘ

GMB-તંત્રના બદલે સંવેદનશીલતાની ચિંતા કરતુ કર્મચારી મહાસંઘ

જ્યા હોય ત્યાં આઉટસોર્સ??કોનુ હિત છે??તમે દરીયાકાંઠો રેઢો મુકી ટાઢો કોઠો કરી બેઠા છો ને ત્યા કોક ઘુસી જશે તો…..શરમકરો

મુખ્યમંત્રી-ચીફસેક્રેટરી અને બોર્ડના ઉપાધ્યક્ષને વધુ એક વખત સનસની ભરી રજુઆત

બોર્ડના મેનેજર HR કહે તો ચેરમેન અને વાઇસ ચેરમેન ને ધ્યાન નથી આપવુ શુંકામ?? નીચેનાઓની કરામત છે…..કે ……”સાયબ ટનાટન ચાલે છે બધુ બરાબર છે….”શું કામ ?? મામકાઓને નોકરી ધંધા આપી બોર્ડના પ્રોટોકલની ધજ્જીયા ઉડાવવી છે

જામનગર (ભરત ભોગાયતા)

 

જામનગરથી માંડી આમતો બેડીગૃપ ઓફ પોર્ટસથી માંડી ઓખા પોરબંદર વેરાવળ ભાવનગર અને ખાનગી બંદરો તેમજ કચ્છ તો જાણે વેંચાઇ જ ગયુ તો દક્ષીણ ગુજરાતના મોટા બંદર નવલખી તાપી સહિતના બંદરોની ચિંતા અધિકારીઓએ કરવાની હોય એના બદલેશ્રી ગુજરાત પોર્ટએન્ડ ડોક કર્મચારી મહાસંઘએ કરી છે અને વેદના પુર્વક કરી છે આ સંસ્થા
સંલગ્ન છેભારતીયમઝદુર સંઘ સાથે કે જેઓ કોઇ સમશ્યા પ્રાણપ્રશ્ર્ન બને ત્યારે માથુ ઉચકે છે અને તેમની માંગણી કે રજુઆતો જેન્યુઅન હોય છે તેવી આ સંઘની ક્રેડીટ છે સંઘના પ્રમુખ ઉમેશ દવે મહામંત્રી મુકેશ શુક્લ સહિત અભ્યાસુ હોદેદારો એ તેમની
પ્રતિ, માન.શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ, મુખ્ય કારોબારી અધિકારી અને ઉપાધ્યક્ષશ્રી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગાંધીનગર.પરની
નિયમીત મહેકમ પ૨ની ભરતી બાબતેની અરજીમાં પીડા ઠાલવી છે
આ રજુઆતની વેદના અક્ષરસ: વાંચીએ તો….

સાદર ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, આ સંઘના પ્રતિનિધીઓ તેમજ બોર્ડના અધિકારીશ્રીઓ સાથેની આપના નેતૃત્વ હેઠળ તા-૨/૧૨/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ રીવ્યુ મીટીંગ દરમ્યાન બોર્ડના જનરલ મેનેજર (એચ.આર.) ધ્વારા મૌખીકમાં ચર્ચાને અંતે જણાવાયેલ કે બોર્ડ કક્ષાએ જુનીયર કલાર્ક તેમજ સીનીયર કલાર્કની જે જગ્યા ભરવા બાબતે સરકારશ્રી ધ્વારા મંજુરી આપવામાં આવેલ છે તે તમામ જગ્યાઓ ભરવા બાબતે તેઓશ્રી ધ્વારા બોર્ડ કક્ષાએથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરને ભરતી બાબતની પ્રક્રિયા કરવા અંગે પત્રથી દરખાસ્ત કરી દેવામાં આવેલ છે જે બાબત આપશ્રી ધ્વારા ખાસ ઘ્યાને લેવા વિનંતી છે.

પ્રસ્તુત બાબતે તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ થી સરકારશ્રી હસ્તકના જુદા જુદા વિભાગો તેમજ નિગમોમાં જુદી જુદી વર્ગ-૩ની જગ્યા ભરવા બાબતેની જાહેરાત આપવામાં આવેલ છે તેની એક નકલ આ સાથે આપશ્રીને જાણ અર્થે સાદર કરેલ છે. પ્રસ્તુત જાહેરાત જોતા તેમાં દર્શાવેલ જગ્યાઓમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક પણ મંજુર થયેલ જગ્યા ભરવા પરત્વેનો સમાવેશ કરવામાં આવેલ નથી. જે ઘણી જ દુઃખદ બાબત છે. આમ ઉકત મીટીંગમાં જનરલ મેનેજર (એચ.આર.) ઘ્વારા આપશ્રીને પણ ગેરમાર્ગે દોરેલ છે જે સ્પષ્ટ દેખાઈ આવે છે.

જે તે સમયે જો જનરલ મેનેજર (એચ.આર.) ધ્વારા પ્રસ્તુત ભરતી પરત્વે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકલનમાં રહી અને બોર્ડની પ્રસ્તુત નિયમીત મહેકમ પરની જગ્યા ભરવા બાબતે કાર્યવાહી કરાયેલ હોત તો આવો પ્રશ્ન ઉપસ્થિત થવા ન પામત.

આ પત્ર ઘ્વારા આ સંઘની ભારપૂર્વક વિનંતી સહ રજુઆત છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઉપરોક્ત જાહેરાતમાં બોર્ડની જગ્યાનો સમાવેશ વહેલીતકે કરાવી અને તે મંડળ ધ્વારા જ ગુજરાત મેરીટાઈમ બોર્ડના નિયમીત મહેકમ પરની ભરતી થાય તે સરકારશ્રી તેમજ બોર્ડના હિતમાં રહેશે કારણ કે અગાઉ જનરલ મેનેજર (એચ.આર.) ધ્વારા કરવામાં આવેલ વર્ગ-૧ અને ૨ ની ભરતી પ્રક્રિયામાં ઘણી જ ક્ષતિઓ તેમજ ભ્રષ્ટાચારની ફરીયાદો થયેલ હોવાનું જોવા મળેલ છે તેમજ આના કારણે બોર્ડની છબી સરકારશ્રીમાં ખરડાયેલી છે તેમજ નામદાર કોર્ટમાં પણ બોર્ડને સહન કરવાનું આવેલ છે જે ભવિષ્યમાં ન બનવા પામે તે પરત્વે આપની કક્ષાએથી વહેલી તકે નિયમીત મહેકમ પર ભરતી થાય તે બાબતેના પગલા ભરવા આગ્રહ તેમજ અરજ સહ વિનંતી છે.

@______ઘોર બેદરકારી તો જુઓ…..

કર્મચારી સંઘ એ જણાવ્યુ છે કે ગુજરાતના તેમાય સૌરાષ્ટ્ર કચ્છ અતિ સંવેદનશીલ છે આંતર રાષ્ટ્રીય
સીમાઓ છે જ્યા બંદર વિભાગના આઉટસોરચસીસ કર્મચારી કેવી રીતે ફરજ બજાવી શકે?? આ કેવી કરૂણતા?? દરીયા કિનારો રેઢો મુકી તમે શું સાબિત કરવા માંગો છો?? રાષ્ટ્રની સુરક્ષા એજન્સીઓ દિવસ રાત એક કરી રાષ્ટ્રની સલામતી માટે ઝઝુમે છે બાતમીઓ કાઢે છે એલર્ટ આપે છે ઇતિહાસ સાક્ષી છે સૌરાષ્ટ્ર કચ્છના અફાટ મહાસાગરના દુ્રુપયોગ થયાનો તો પછી શિ કામ આઉટ સોર્સ શુ કામ કાયમી જવાબદાર કમર્ચારી નહી?? કેમકે અમુક ના રોટલા સેકાતા રહે અને જવાબદારી પણ ખંખેરાય એ બેવડા લાભ માટે તમે દેશની સરહદ ખુલ્લી મુકી દેશો કે જેને તેને હવાલે કરશો?? અસવો પ્રશ્ર્ન જાણકારોમાથી થયો છે અરે આ ટ્રેજેડીનો અંત જ નથી છતાય વધુ એક દાખલો જોઇએ તો આઉટસોર્સમા છે તેને સાચવવા બોર્ડના અધીકારીને નથી મળ્યા તેવા તગડા પગાર ને સુવિધાઓ વગેરે મળે છે તો કાયમી જુજ કર્મચારીઓ છે એમનો શું વાંક ?? આમે ય સિનીયોરીટી લીસ્ટ મેરીટ પ્રમોશન યાદી પ્રોપર ડીસ્ટ્રીબ્યુશન વર્ક વગેરે છે જીએમબીમાં છે નહી તેમા આઉટસોર્સનો કેપ્ટન પોર્ટ અધીકારી પોર્ટ એડમીનીસ્ટ્રેશન પોર્ટ સેફટી પોર્ટ મેનેજમેન્ટ બધુ જ સંભાળે તે શક્ય છે?? નથી પણ લાખોમા પગાર દેવા છે એટલે એવો આક્રોશ પોર્ટ અને ડોક કર્મચારી સંઘની આ ગંભીર રજુઆતમાં છે જેનો સાર અત્રે પ્રસ્તુત છે કેમકે આ આઉટસોર્સ વાળા રાષ્ટ્રીય હિત જાળવતા નથી ઉપર આકા બેઠા છે તેમને કેમ સાચવે છે એ સ્ફોટક બાબતો છે જે મેળવાઇ રહી છે

@_________
BGBhogayata
b.sc.,llb.,dny
gov.accre. Journalist
jamnagar
8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!