GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળીયા(મી)ના રોહિશાળા ગામના પાટીયા પાસેથી કતલખાને લઇ જવાતા પશુને ગૌ રક્ષકો મુક્ત કરાવ્યા

MALIYA (Miyana)માળીયા(મી)ના રોહિશાળા ગામના પાટીયા પાસેથી કતલખાને લઇ જવાતા પશુને ગૌ રક્ષકો મુક્ત કરાવ્યા

મોરબીના ગૌ રક્ષકોને મળેલ બાતમીને આધારે રોહીશાળા ગામના પાટીયા પાસેથી તુફાન ગાડીમાં ભરી અમદાવાદ કતલખાને લઇ જવાતા 12 પાડાને બચાવી લેવાયા હતા. જયારે તુફાન ગાડીના ચાલક સહીત બે ઈસમો વિરુદ્ધ માળીયા(મી) પોલીસમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર મોરબીના પીપળી ગામે રહેતા અને ગૌ રક્ષક એવા વૈભવભાઈ જીતેશભાઇ જાલરીયા ઉવ.૨૬ એ આરોપી જાવેદ જાકીરશા ફકીર તથા મોઇન હારુન ગામમામા બંને રહે. રામરહીમનગર બહેરામપુરા અમદાવાદ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે મોરબી હિન્દૂ યુવા વાહિનીના ગૌ રક્ષક કમલેશભાઈ તથા યશભાઈની સાથે વૈભવભાઈ અણિયારી ટોલનાકા પાસે હતા ત્યારે બાતમી મળેલ કે કચ્છથી અમદાવાદ તુફાન ગાડી રજી. જીજે-૦૫-બીઝેડ-૯૩૪૭ માં પશુઓને ભરીને બે ઈસમો આવે છે. જે મળેલ બાતમીને આધારે વોચમાં હોય ત્યારે ઉપરોક્ત રજી. નં. ની તુફાન ગાડી આવતા તેને ઉભી રાખવી મોરબી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા માળીયા પોલીસ ટીમ રોહિશાળા ગામના પાટીયા પાસે આવી ગયી હતી.માળીયા પોલીસ દ્વારા તુફાન ગાડીની તલાસી લેતા તુફાન ગાડીના પાછળના ભાગમાં અત્યંત નિર્દયતાથી ટૂંકા દોરડાથી બાંધેલ ૧૨ પાડા મળી આવતા તુફાન ગાડીના ચાલક પાસે આ બાબતે આધાર પુરાવા માંગતા તેની પાસે ન હતા અને કતલખાને લઇ જવાના ઈરાદા સાથે પશુઓને લઇ જવામાં આવતા હોવાનું જણાય આવતા માળીયા પોલીસે ૧૨ પાડા તેમજ તુફાન ગાડી કબ્જે લઇ તુફાન ગાડીના ચાલક સહીત બંનેની અટક કરી ગુજરાત પશુ ક્રુરતા અધિનીયમની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!