BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને ૧૦ વર્ષની સખત કેદ ને ૨૧,૦૦૦ નો દંડ ફટકારતી છોટાઉદેપુર બોડેલી ટ્રેડીશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ

તા.૨૭/૧૦/૨૦ ના રોજ સંખેડા તાલુકાના ગામમા મામાના ઘરે આવેલી સગીરા રાત્રીના સમયે ઘરની પાછળ શૌચ કરવા માટે ગઈ હતી. તે વખતે આરોપી સંજય દિનેશ બારીયાનો તેના બે સગીર મિત્રો સાથે મોટર સાયકલ ઉપર આવી આરોપી સંજય સગીરાના એકલતાનો લાભ લઇ ખેંચીને લઈ ગયો હતો.સગીરાને કહ્યું કે તુ બુમો પાડીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભોગ બનનારની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા સગીરાના મામા સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે અંગેનો કેસ છોટાઉદેપુર બોડેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ અંદલીત તિવારીની કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ રાજેન્દ્ર સિંહ પરમારની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી સગીરાને ન્યાય મળતા કોર્ટ આરોપી સંજય ને ૧૦ વર્ષ ની સખત કેદ અને ૨૧ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!