નવસારી મહિલા આઈ.ટી.આઈ. કોલેજના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે ૩૦ જુન સુધી ફોર્મ ભરી શકાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૫.ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા–નવસારી ખાતે પ્રથમ રાઉન્ડમાં ફીટર-૪૦, વાયરમેન-૪૦, ઈલેક્ટ્રીશીયન-૨૦, કોમ્પ્યુટર ઓપરેટર-૧૨૦, વેલ્ડર-૬૦, સોલાર ટેકનીશીયન-૪૦, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર-૪૮, કોસ્મેટોલોજી-૪૮, સુઈંગ ટેકનોલોજી-૪૦, ફેશન ડીઝાઈન ટેકનોલોજી ૪૦ અને સ્ટેનો ગુજરાતી – ૬૦ મળી કુલ ૫૫૬ જેટલી બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવનાર છે. પ્રથમ તબક્કા માટે ઓનલાઇન ફોર્મ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી શકાશે. ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી સંસ્થા ખાતે વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે. પ્રવેશ મેળવા ઈચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતેથી અથવા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in ઉપરથી ભરી શકશે. વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા -નવસારી(મ), જીલ્લા સેવા સદનની પાછળ, કાલીયાવાડી, નવસારી-૩૯૬૪૪૫ની રૂબરૂ મુલાકાત લેવાનું આચાર્યશ્રી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા નવસારીની અખબારી યાદીમાં જણાવ્યું છે .




