GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ડેરોલ ગામની આર એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સાઇકલ રેલી યોજાઇ

તારીખ ૧૭/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની જાહેરાત થઈ છે ત્યારે ગતરોજ પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ૧૮ પંચમહાલ સંસદીય મતવિસ્તાર અને આદર્શ આચાર સંહિતા અંતર્ગત માહિતી આપવામાં આવી હતી જેમાં ૦૫ જાન્યુઆરી ૨૦૨૪ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ ૧૮ લાખ ૮૯ હજાર ૯૪૫ મતદારો છે.જેમાં ૧૨૭ વિધાનસભાના કાલોલમાં ૨ લાખ ૬૧ હજાર ૪૭૪ મતદારો ૦૫ જાન્યુઆરીની યાદી મુજબ નોંધાયા છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ પંચમહાલ સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને ચૂંટણીને એક પર્વના રૂપે ઉજવવા અપીલ કરી હતી તથા વધુમાં વધુ મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે કાલોલ તાલુકાના ડેરોલ ગામની આર એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સાઇકલ રેલી કાઢવામાં આવી હતી જેમાં કાલોલ મામલતદાર વાય.જે.પુવાર તથા તેમની ટીમ અને કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર તથા તેમની ટીમ સાથે આર એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય તથા શિક્ષકો સાથે શાળાના વિધાથીર્ઓએ પણ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!