BANASKANTHAVAV

BSF તેજસ્વી 123 BN, દાંતીવાડા દ્વારા સીવીક પ્રોગ્રામ હેઠળ વોલીબોલ ટુર્નામેન્ટ ફાઈનલ યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

BSF તેજસ્વી 123 BN, દાંતીવાડા દ્વારા સીવીક પ્રોગ્રામ હેઠળ વોલીબોલ ટુર્નામેન્ટ ફાઈનલ યોજાઈ

સરહદી સુઈગામ તાલુકા મથકે વિશ્રામ ગ્રૃહ ખાતેબોર્ડરસિક્યુરિટી ફોર્સ 123 બટાલિયન, દાંતીવાડા વતી ઓપ્સ બેઝ સુઈગામ ખાતે સીવીક એક્શન પ્રોગ્રામ હેઠળ સરહદી વિસ્તારમાં રહેતા લોકો યુવાનોને રમતથી વાકેફ કરવા માટે વોલી બોલ ટ્રેન મીટ 12/03/2023 થી 15/03/2023 દરમિયાન યોજાઈ

સુઈગામ વિશ્રામ ગ્રૃહ ખાતે યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમાં સુઇગામ, અસારા વાસ, અસારા ગામ કુંડલીયા, વાવ અને માવસરી ગામની કુલ 06 ટીમોએ ભાગ લીધો હતો બુધવારે, આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનો શુભારંભ ગુરિન્દર સિંઘ, કમાન્ડન્ટ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા કરવામાં આવ્યો હતો. દરમિયાન એસ.ડી.ડોડીયા, એસડીએમ, સુઈગામ, અસારા વાસ સરપંચ, બબાભાઈ રાજપૂત સુઈગામ સરપંચ શંકરભાઈ ખરેટ, થાનાજી ડોડીયા જલોયા સરપંચ, પ્રકાશ વ્યાસ માવસરી અને તેની આસપાસના 20 ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચ સુઈગામ અને અસારા  વચ્ચે યોજાઈ હતી જેમાં અસારા ગામની ટીમે ટ્રોફી જીતી હતી અને અસારા ગામની ટીમને રોકડ રૂપિયા નું ઈનામ આપવામાં આવ્યુ હતું તેમજ બેસ્ટ પ્લેયરનો ઈનામ પણ આપવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર 06 ટીમોને પ્રોત્સાહિત કરવા માટે સિવિક એક્શન પ્રોગ્રામ હેઠળ 123 બટાલિયનના કમાન્ડન્ટ ગુરિન્દર સિંઘ દ્વારા વોલીબોલ કીટ આપવામાં આવી હતી.

વોલીબોલ ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોનો ઉત્સાહ વધારવા માટે એક પ્રદર્શની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમ 123 વી બટાલિયન અને ટીમ સરદાર કૃષિ નગર કૃષિ યુનિવર્સિટીની વોલીબોલ ટીમ વચ્ચે આયોજિત આ પ્રદર્શન મેચમાં ટીમ તેજસ્વી 123 બટાલિયનનો વિજય થયો હતો.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!