GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા ખાતે આવેલ મજૂર અદાલતમાં શનિવારે યોજાયેલ લોક અદાલતને પક્ષકારોના સહકારથી મળેલી સફળતા

તારીખ ૧૦/૦૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા લેબર લોઝ પ્રેક્ટિસ નર્સ એસોસિએશન પ્રમુખ એ એસ ભોઈ અખબારી યાદીમાં જણાવે છે કે સરકારશ્રી દ્વારા નેશનલ લો સર્વિસના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા તારીખ ૯/૯/૨૩ના રોજ ગોધરા ખાતેની મજૂર અદાલત માં ઔદ્યોગિક ન્યાય પંચ ગુજરાત રાજ્યઅમદાવાદ ના માર્ગદર્શન હેઠળ મજુર અદાલત ગોધરા ખાતે ના પ્રિસાઇડિંગ ઓફિસર હિતેશકુમાર એ મકા ની સિધી દેખરેખ હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં સિવિલ કેસો ૧૦૫ મૂકવામાં આવેલ તથા ક્રિમિનલ કેસ ૪૦ મૂકવામાં આવેલ કુલ મળી ૧૪૫ કેશો પૈકી ૮૬ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવેલ જેમાં સિવિલ કેસોમાંરૂપિયા ૧૦ લાખ ૯૯ હજાર નીવસુલાત ક્રિમિનલ કેસ રૂપિયા ૨,૬૬,૦૦૦/ કુલ મળી રૂપિયા ૧૩ લાખ ૬૫૦૦ હજાર વસૂલ કરવામાં આવેલ છે આઈડી કેસ સર્વિસ ૨૧ કામદારોને નોકરીમાં પુનઃ સ્થાપિત કરવામાં આવેલ છે આ લોક અદાલતને સફળ બનાવવા અધ્યક્ષ જે કે વેદ મંત્રી અરવિંદ પરમાર સહમંત્રી ટીબી પરમાર એડવોકેટ શીતેષ ભોઈ વૈભવ ભોઈ પક્ષકારોના પ્રતિનિધિઓ તેમજ કોર્ટના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી આ લોક અદાલતને સફળ બનાવી છે તે બદલ એ.એસ ભોઈ એ બાર વતી તમામનો આભાર વ્યક્ત કરે છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!