ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં RCC રોડ ને લઇ SO અને અધિકારીની હાથતાળી, જિલ્લા અધિકારી તપાસ કરશે ખરા..?લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર..!!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજ તાલુકામાં RCC રોડ ને લઇ SO અને અધિકારીની હાથતાળી, જિલ્લા અધિકારી તપાસ કરશે ખરા..?લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર..!!!

સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત હસ્તક વિવિધ રસ્તાઓ માટે કરોડો અને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને રસ્તાના કામો ને મંજૂરી આપવામાં આવે છે.જેમાં વિવિધ તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા RCC રોડ બનાવવામાં આવ્યા છે પણ તેમાં ગ્રામ પંચાયત ના સરપંચ થી લઇ ને તાલુકા અધિકારીઓ તેમજ SO દ્વારા ટકાવારી લઇ હલકી ગુણવતા ના કામો ના બીલો પાસ કરી દેવામાં આવે છે અને ભ્રસ્ટાચાર ને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે

અરવલ્લી જિલ્લામાં પણ હાલ વિવિધ તાલુકામાં ગ્રામપંચાયત માં RCC રોડમાં મસ મોટો ભ્રસ્ટાચાર બહાર આવે તો નવાઈ નહિ. એમાં પણ સૌથી વધુ મેઘરજ તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત માં સરપંચો પોતેજ કોન્ટ્રાકટર બની રસ્તાના કામો કરતા હોય છે અને વધુ રૂપિયા કમાવાની લાલચે હોદ્દા નો દુર ઉપયોગ કરી કામો કરી રહ્યાછે મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય મહિનામાં બનાવેલા RCC રોડ માત્ર છ મહિનામાં તૂટી ગયા છે આ બાબતે વારમવાર અહેવાલ પ્રસિદ્ધ કરવા આવે છે પરંતુ એ બાબતે તપાસ થતી નથી અને અધિકારી સહીત SO પોતાનો બચાવ કરી રહ્યાં છે વધુમાં આ બાબતે હાલ પણ મેઘરજ તાલુકાની ઘણી પંચાયત એવી છે જ્યાં નવીન બનાવેલા RCC રોડ તૂટી ગયા છે એવા પણ રસ્તા છે જેમાં માત્ર તિરાડો જોવા મળે છે છતાં કોઈજ તપાસ થતી નથી અને કોમોની ગુણવતા જોયા વગર બીલો પણ પાસ કરી દેવામાં રહયું આવે છે આ બાબતે તપાસ ને નામે SO સહીત અધિકારી ને ફોન કરી પૂછવામાં આવે છે ત્યારે એક જવાબદારી ન હોય એવી રીતે જવાબ આપી પોતાનો લૂલો બચાવ કરી રહ્યાં છે ત્યારે આ બાબતે આગામી સમયે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી એક વર્ષમાં બનાવેલા RCC રોડ માટે ટેસ્ટ રિપોર્ટ લઇ રસ્તાની ગુણવતા તપાસવા અરજી કરવામાં આવે તો નવાઈ નહિ જેમાં હવે આ બાબતે જિલ્લા અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે છે કે નહિ તે હવે જોવાનું

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!