GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર પાલીકા શેરી મહોલ્લાહ માં પ્રાથમીક સુવિદ્યા નો અભાવ જોવા મળ્યો મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કરાયુ

વિજાપુર પાલીકા શેરી મહોલ્લાહ માં પ્રાથમીક સુવિદ્યા નો અભાવ જોવા મળ્યો મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કરાયુ

અગાઉ પાલીકા એ વિકાસ ના કામો ની કરોડો ની ગ્રાન્ટ ફક્ત અમુક વિસ્તારોમાં વાપરતા અન્ય વિસ્તારો ની ઉપેક્ષા કરાતા આવેદનપત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગર પાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા ગટરો માં વિકાસ માટે આવેલી ગ્રાન્ટ વાપરી નાખતા અન્ય શેરી મહોલ્લાહ જ્યાં લઘુમતી નો બહોળો સમાજ રહેછે એ વિસ્તારો ને બાકાત રાખવામાં આવ્યા છે નગરપાલિકા ના કુલ 7 વોર્ડ છે જેમાં વોર્ડ નમ્બર 1 અને 2 માં પણ કામગીરી વ્હાલા દવાલા ની નીતિ અપનાવી છે વોર્ડ નમ્બર 3 વોર્ડ નમ્બર 7 માં અધૂરા કામો કરેલા છે જ્યારે વોર્ડ નમ્બર 4 ,5,6, ના વિસ્તારો કોઈ કામ પાલીકા દ્વારા કરવામાં આવ્યા નથી ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે તે પણ નિષ્ફળ ગઈ છે કસાઇવાડા મહાબીબી ની ફળી હુસેની ચોક ઊંડી શેરી સાંથ બજાર વ્હોરવાડ સૈયદવાડા કસ્બા મસ્જીદ પટેલવાડો સોની વાડો બંગલા વિસ્તાર અશરફી ચોક દોશીવાડા થી ચક્કર વૈદ્યનોમાઢ ચિસ્તી વાડો કાશીપુરા સામસામી માઢ પટવાવાડ વહેરાવાસન થી ખાત્રીકુવા પ્રજાપતિ નો વાસ સ્વામિનારાયણ મંદિર પાસે હૈદરી ચોક મકરાની દરવાજા નવાવાસ સહિતના વિસ્તારોમાં કોઈ વિકાસ ની કામગીરી હાથ ધરવામાં આવી નથી કે રોડ ઉભરાતી ગટર ના ગંદા પાણી નો નિકાલ કરાયો નથી સફાઈ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે રહીશો ઘણા સમય થી હેરાન પરેશાન બન્યા છે જે મુદ્દે આ આ વિસ્તારમાં રહેતા રહીશો વેપારીઓ એ મામલતદાર જે એસ પટેલ ને રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર સુપ્રદ કર્યું છે આ વિસ્તારો ને વિકાસ થી કેમ વંચીત રાખવામાં આવ્યા છે તેનો જવાબ લોકોએ માંગ્યો છે ખુલ્લા પાણી ના નળ બંધ કરાવવા ની રોડ ઉપર પાણી નહિ ઢોળવા સુધીની રજૂઆત કરાઈ છે પરંતુ નઘરોળ પાલીકા ની ઊંઘ કેમ ઊડતી નથી આ વિસ્તારમાં રહેતા રહીશો બચુમીયા સૈયદ ઈદરીશ ખાન પઠાણ ઉમર ભાઈ વ્હોરા તોફિક હુસેન સૈયદ સંયુકત જણાવ્યું હતુંકે શહેરના વિસ્તાર માં રોડ ઉપર ગટર નું ગંદુ પાણી પીવાના પાણી પાણી એટલું બધું રેલાય છે કે અહીંથી પસાર થવા માં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી વિસ્તારો ની રૂબરૂ મુલાકાત લેવાનુ પણ સૂચન કરવામાં આવ્યું હતું મામલતદાર જે એસ પટેલે આવેદનપત્ર સ્વીકારી ઉપસ્થિત લોકોને પ્રશ્નો નું ઝડપી નિકાલ લાવવા માટે હૈયાધરણા આપી હતી જોકે આગામી દિવસો જો કોઈ નિકાલ નહીં આવે તો રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે જતા અચકાશે નહિ તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!