JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ફરીયાદ અને સંકલનની બેઠકમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે ૪૪ પ્રશ્નો રજૂ કર્યા

સંકલન સમિતિની બેઠકમાં મુકાયેલા પ્રશ્નોના નિરાકરણ બાદ અહેવાલ આપવા અધિકારીઓને સૂચના
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૨૧, ખાતે ફરીયાદ અને સંકલન સમિતિની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. સતત ૨:૩૦ કલાક આ બેઠક ચાલી હતી. તેમાં ખાસ કરીને જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ધ્વારા ૪૪ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતાં. અને આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રને જાગૃત કરવાની કામગીરી સપેરુ નિભાવી હતી. જિલ્લા કલેકટરશ્રી રચિતરાજે પોતાના ઉદબોધનમાં ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા ધ્વારા જે જાગૃતિ દાખવી અને પ્રશ્નો મુકવામાં આવ્યા અને લાંબા સમયકાળ સુધી આ બેઠક ચાલી હોય તેવી આ પ્રથમ બેઠક છે. તેમ કલેરટરે ગૌરવ પૂર્વક જણાવ્યું હતું.
ગઈકાલે જુનાગઢ ખાતે જિલ્લા કલેરટરના અધ્યક્ષ સ્થાને ફરીયાદ અને સંકલન વિભાગની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અનેક મહત્વના પ્રશ્નોની વિગતવાર ચર્ચા અને તે અંગેની કામગીરી કરવાં આદેશો જારી કરવામાં આવ્યા હતાં. જિલ્લા કલેકટર તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં. આ બેઠકમાં ધારાસભ્ય સંજય કોરડીયા ધ્વારા ૪૪ પ્રશ્નો મુકવામાં આવ્યા હતાં. તેમાં નિચે મુજબના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ખાસ કરીને તમામ સરકારી કચેરીઓમાં પેન્ડન્સી ઘટાડવી તેમજ સકારાત્મક કાર્યો અંગે ધારાસભ્ય તેમજ મહાનુંભાવોને લેખીત સુચના આપવી જે તે કામગીરી અંગે જે પગલાં ભરવામાં આવ્યા હોય તે કાર્ય પૂર્ણ થયે અહેવાલ સબમિટ કરવા જણાવાયું હતું.
આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ શહેરનાં વિવિધ પ્રશ્નો ઉપરાંત માર્ગ અને મકાન વિભાગને લગતાં પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, કૃષિને લગતાં પ્રશ્નો, પુરવઠા વિભાગને લગતા પ્રશ્નો આ ઉપરાંત જિલ્લા આયોજન કચેરીને લગત કામગીરી તેમજ વિજળીના પ્રશ્નો અંગે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને હકારાત્મક રીતે આ પ્રશ્નો ઉકેલવા સૂચના આપવામાં આવી હતી. જયારે રસ્તાઓનું સમારકામ, ધોરીમાર્ગના પેચ વર્ક અને પંચાયતનાં રસ્તાઓની કામગરી સુનિશ્ચિત કરવાં અધિકારીઓને સુચના આપી હતી. આ ઉપરાંત પડતર જમીન માંગના કેશો, વન અધિકારીઓને વન્ય પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાં જણાવેલ તેમજ જંગલી પ્રાણીઓના સંઘર્સને ટાળવા પાંજરા મુકવાં, ગ્રામ્ય વિસ્તારના વિજળીના પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવી તેમજ માણાવદર ખાતે હોસ્પિટલનાં બાંધકામ અંગેના પ્રશ્નોમાં ટેન્ડરીંગ પ્રક્રીયા પૂર્ણ કરવા અને બાંધકામ શરૂ કરવાં સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત જુનાગઢ શહેરમાં કુલ ૧૫ ઈમારતો પ્રાચિન સમયની છે, જેમાંથી આર.એન્ડ બી. વિભાગ રાજય સરકાર પાસે છે. આ પ્રાચિન ઈમારતોનું રીપેરીંગ કામ રીનોવેશન અને બિલ્ડીંગના ડીમોલેશન માટે સુચના આપવી. સરકારી કચેરીઓનાં પ્રવેશ ધ્વાર પર સાઈન બોર્ડ લગાવવાં, તેમજ કેટલાં સમયમાં પ્રશ્નનો નિકાલ થાય તે. બાબતે પણ જણાવવા સુચના આપવામાં આવી હતી. વિવિધ વિભાગનાં અધિકારીઓને ગામડાઓની નિયમીત મુલાકાત લેવાં તેમજ પંચાયત તલાટીઓએ ગ્રામિણ નાગરીકોને સમયસર સેવાઓ પુરી પાડવામાં આવે તેની ખાતરી કરવા જરૂરી આદેશો કર્યા હતા. આ ઉપરાંત ૧૫માં નાણાં પંચા હેઠળ લેવાયેલા કાર્યોની રેન્ડમ અને ક્રોસ ચેકિંગ અંગે યોજનાનાં અંદાજની સમિક્ષા કરવાં હુકમ કરવામાં આવેલો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર થયેલાં અતિ ક્રમણ અંગે પોલિસ અને મ્યુનિસિપલ કમિશનરને આ સમસ્યાને ઉકેલવા માટે ત્રણ દિવસ ડ્રાઈવ રાખી અને પ્રશ્નો હલ કરવા આદેશો કરવામાં આવ્યાં હતાં. સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવાં સંબંધી વિભાગને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં દરરોજ બે વખત સફાઈ કરવા માટે સેનેટરી ઈન્સ્પેકટર મહાનગરપાલિકાને ધારાસભ્ય ઘ્વારા સુચનાઓ જારી કરવામાં આવી હતી.
જિલ્લામાં ‘નલ સે જલ’ યોજનાના બાકી રહેલા નળ જોડાણો પૂર્ણ કરવાં જયારે સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતાના નિયમીત પગલાં ભરવાં જિલ્લાની સરકારી શાળાઓમાં વર્ગ ખંડોની સ્થિતી જાણી અને નવાં બાંધકામ નવી ઈમારતોના બાંધકામ અંગે સુચનાઓ આપવામાં આવી હતી. જયારે જુનાગઢ જિલ્લાનાં જર્જરીત અને જુના ડેમોના નવીનીકરણ અંગે સંબંધી વિભાગને આદેશ જારી કરવામાં આવેલ છે. જયારે ખાનગી જમીનોની માપણીમાં રાહ જોતા અરજદારોને તાત્કાલીક અસરથી યોગ્ય કરવાં અને માપણીની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવાં જણાવાયું હતું. ગઈકાલે યોજાયેલી ફરીયાદ અને સંકલન વિભાગની બેઠકમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ ૪૪ જેટલાં પ્રશ્નોને આ બેઠકમાં મુકવામાં આવ્યા હતાં અને નિયત સમય મર્યાદામાં આ પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ લાવવાં માટે ભાર પૂર્વ જણાવવામાં આવ્યું હતું.
કલેકટરએ જણાવેલ કે મારા કાર્યકાળ દરમીયાન ૨:૩૦ કલાક ફરીયાદ સંકલન ચાલી હોય તેવી આ પ્રથમ મિટીંગ હતી, જેમાં ઉપસ્થિત એવા ધારાસભ્ય સંજય કોરડીયા ધ્વારા ૧:૩૦ કલાકમાં ૪૪ પ્રશ્નો પૂછી વહિવટીતંત્રને જાગૃત કરવાની કામગીરી કરી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!