સી.આર.સી ગોપાલદાસ વાડી શાળા માં કલા મહોત્સવ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ

જિલ્લા શિક્ષણ તાલીમભવન અને બી.આર.સી ભવન જામનગર પ્રેરિત સી.આર.સી ગોપાલદાસ વાડી શાળાની પેટા શાળાઓનો આજે ગરવી ગુજરાત થીમ પર સી.આર.સી કક્ષાના ક્લાઉત્સવ નું આયોજન શ્રી મોરકંડા તાલુકા શાળા માં કરવામાં આવેલ તેમાં કુલ 4 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ ચિત્રસ્પર્ધા, બાળ કાવ્યલેખન સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેમાં કુલ 32 બાળ કલાકારો એ ભાગ લીધેલ અને 10 શિક્ષકો એ હાજરી આપેલ.બાળ કલાકારો એ તમામ સ્પર્ધા માં સરસ પરફોર્મન્સ કરેલ.અને દરેક સ્પર્ધા માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તમામ બાળ કલાકારો ને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ રોકડ સ્વરૂપે ઇનામ આપવામાં આવેલ તેમજ ભાગ લીધેલ તમામ બાળકલાકારો ને પ્રોત્સાહન રૂપે ઈનામ નું વિતરણ સી.આર.સી કૉ. ઓર્ડીનેટર કલ્પેશભાઈ દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સી.આર.સી કૉ. ઓર્ડીનેટર કલ્પેશભાઈ, મોરકંડા તાલુકા શાળા ના આચાર્ય શ્રી ગુલાબભાઈ તથા શિક્ષકશ્રીઓએ તેમજ તમામ પેટા શાળા ના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ એ પૂરતો સહકાર આપેલ.






