DAHOD

દાહોદ અંતરિયાળ વિસ્તારની સગીરા વડોદરા ભૂલી પડતાં અભયમ દાહોદ દ્વારા પરિવાર સુઘી પહોંચાડી

તા.૨૧.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ અંતરિયાળ વિસ્તારની સગીરા વડોદરા ભૂલી પડતાં અભયમ દાહોદ દ્વારા પરિવાર સુઘી પહોંચાડી

દાહોદ ના અંતરિયાળ ગામ ની સગીરા માતાપિતા ના અવસાન બાદ દાદી સાથે રહેતી હતી જેને તેનાં ફોઇ વડોદરા સાથે રાખતા હતાં અને નાનુ મોટું કામ કરી રોજગારી મેળવતા હતાં.

બે દીવસ પહેલા તેના ફોઇ બહાર ગયેલા ત્યારે દિકરી રુમ ની બહાર નીકળી ગયેલા જે. પોતાના ગામ દાહોદ જવા માટે કોઈ ને જાણ કર્યા વગર નીકળી ગયેલા જે ભૂલી પડતાં બસ સ્ટેશન સુઘી આવી ગયેલા જે આખો દીવસ બેસી રહેલ જેથી એક ત્રાહિત વ્યકિત એ મદદ કરવાની ભાવના થી 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરેલ મદદ માટે અનુરોધ કરતા અભયમ

રેસ્ક્યું વાન સયાજીગંજ સ્થળ પર પહોંચેલ. જેની પૂછપરછ કરતા તે પોતના ગામ જવા માંગતી હતી તેના ફોઇ નુ કોઇ સરનામું કે સંપર્ક નંબર ના હોવાથી મૂશ્કેલી પડેલ સગીરા એ જણાવેલ કે તેને દાહોદ પાસે ના લીમડી સુઘી પહોંચાડવામાં આવે તો તેનું ગામ નજીક થાય છે જેથી વડોદરા અભયમ ટીમે દાહોદ ટીમ સાથે ચર્ચા કરી સગીરા ને એસ. ટી માં દાહોદ ની ટીકીટ કરાવી બસ માં બેસાડેલ

સગીરા દાહોદ પહોંચતા દાહોદ ટીમે તેને વાન માં બેસાડી તેનાં ગામમાં પહોંચાડી હતી સગીરા ના દાદી એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો અભયમ ટીમે સગીરા ને જાણકારી આપેલ કે આ રીતેઅજાણ્યાં સ્થળે ઘર માંથી બહાર નીકળી જવામાં જોખમ છે સગીરા સાથે કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તે માટે અભયમ ટીમ વડોદરા અને દાહોદ દ્વારા સુરક્ષિત પરિવાર સુઘી પહોચાડવામાં સફલતા મળી હતી.

અભયમ માં આવા નાના બાળકો, સીનીયર સીટીઝન ના ભુલા પડવાના અનેક કિસ્સાઓ આવે છે જેથી તેમના પરિવારે તેમનાં ખિસ્સા, પાકીટ કે થેલી માં તેમનું સરનામું અને સમ્પર્ક નંબર રાખવા જેથી તેઓ ને સરળતા થી અને ઝડપી પરિવાર સુઘી પહોચાડી શકાય.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!