DAHOD

દાહોદ લોકસભા સીટનું ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ના પ્રચાર અર્થે ભવ્ય વિજય વિશ્વાસ સંકલ્પ રેલીનું આયોજન થયું હતું

તા.૧૫.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લામાં ચૂંટણીના પડઘમ શરૂ દાહોદ લોકસભા સીટનું ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ના પ્રચાર અર્થે ભવ્ય વિજય વિશ્વાસ સંકલ્પ રેલીનું આયોજન થયું હતું.

દાહોદ જિલ્લા 19 લોકસભા સીટ ના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચાર ના ભાગ રૂપે ભવ્ય રોડ શો યોજાયો હતો આ રોડ શોમાં દાહોદ ભાજપ કાર્યાલય કમલમ થી શરૂ કરાયો હતો આ એક વિશાળ બાઈક અને કારની ભવ્ય રેલી દાહોદ કમલમ થી નીકળી અને છાપરી ગામે જિલ્લા સીટ જ્યાં જિલ્લા સભ્ય સુધીર લાલપુરવાળા એ સ્વાગત કર્યું ત્યાંથી પછી બ્રિજ પાસે વોર્ડનં એક ના નગર સેવકો એ સ્વાગત કર્યું પછી બસ સ્ટેશન થઈ સ્વામી વિવેકાનંદ ચોક, બિરસા મુંડા સર્કલ, માણેકચોક , ઠક્કર બાપા ચોક, આશીર્વાદ ચોક , APMC સર્કલ, APMC ગેટ નં.1 અને પડાવમાંથી પસાર થઈ હતી જ્યાં રેલી ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને ત્યાંથી સહકાર નગર થઈ દાહોદ જૂના ઈન્દોર રોડ ની બાજુના પ્લોટમાં રેલીનું સમાપન થયું હતું

અને ત્યાં સ્થળ ઉપર વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર એ કર્યું હતું પછી દાહોદ ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર એ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી ભવ્ય રેલી મારા ઇતિહાસમાં દાહોદમાં નથી જોઈ એને હું સર્વે નો આભાર માનું છું બચુભાઇ ખાબડ એ જણાવ્યું કે 1947 પછી નીકળેલી આ રેલી નહિ પણ રેલો કેહવાય

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!