GUJARATJETPURRAJKOT

Rajkot: મુંજકા પ્રાથમિક શાળાના ૩ વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય કક્ષાની દોડ માટે પસંદ થયા

તા.૮/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: એથલેટીકસ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ૧૯મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટીક્સ મિટ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લાનું સિલેકશન ગત ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ એથલેટીક ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત રાજકોટ ખાતેથી અન્ડર ૧૪, અન્ડર ૧૬ તેમજ અન્ડર ૧૮ વયજૂથમાં ૬૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ, હાઈજંપ, લોંગજંપ, ગોળાફેક વગેરે રમતોમાં સિલેકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મુંજકા પ્રાથમિક શાળા-૨ના વિદ્યાર્થીઓએ આ સિલેક્શનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શાળાના ધોરણ ૮ના વિદ્યાર્થી રાઠવા જયદીપ અંડર ૧૪માં ગ્રુપ સી અંતર્ગત ૬૦૦ મીટર દોડ ૨ મિનિટ ૩ સેકન્ડ માં પૂરી કરી સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. ધોરણ ૭ની વિદ્યાર્થીની મુંડીયા ચાર્મી અને પંચાસરા કોમલ ગ્રુપ બી અને સી માં ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી માસમાં વડોદરામાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચરમેન વિક્રમભાઈ પૂજારા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત તેમજ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!