DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા ટીબી વિભાગ દ્વારા ધ્રાંગધ્રા સબજેલમાં આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.

તા.19/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સબ જેલના કેદીઓનું મેડિકલ ચેકઅપ કરી, ટીબી, HIV ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

હેપેટાઈટીસ B, હેપેટાઈટીસ C અને સિફીંલીસ સંક્રમણ સંજ્ઞાન માટે RPR જેવા જરૂરી ટેસ્ટ હાથે ધરાયા હતા.

ધ્રાંગધ્રા શહેરની રાજરાયસિંહજી સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગ દ્વારા ટીબીના દર્દીઓની સારવાર સાથે દર્દીઓને પોષણક્ષમ આહારની કીટ મળી રહે તેમજ દર્દી સહજ રહીને રોગ સામે લડીને ટીબી મુક્ત બની શકે તેમ પ્રયત્નશીલ જોવા મળતો રહ્યો છે સાથો સાથ ધ્રાંગધ્રા પંથકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મેડિકલ કેમ્પ થકી આરોગ્ય ચેક અપમાં ટીબી વિભાગના કર્મચારીઓ સારી કામગીરી બતાવતા આવ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શહેરની સબજેલમાં પણ ટીબી વિભાગ દ્વારા ખાસ મેડિકલ ડ્રાંઇવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટીબી શાખાના નુરુદ્દીનભાઈ અને નીલદીપભાઈ ગોસ્વામીની કુશળ આગેવાની હેઠળ જેલના કાચા અને પાકા કામના કુલ મળી અંદાજિત 100 જેટલાં કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી તેમજ વાઇરલ ઇન્ફેક્શન, શરદી અને તાવ સબન્ધીત દવાઓ આપી હેપેટાઈટીસ B, હેપેટાઈટીસ C, ડાયબિટીસ ચેક, બ્લડ ટેસ્ટ સહીત સિફીંલીસ જેવા સંક્રમિત રોગ અર્થે RPR ટેસ્ટ તેમજ ટીબી અને એચ આઈ વી સબન્ધીત જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ તકે ટીબી શાખાના કર્મચારીઓ સહીત જેલર અને કોન્સ્ટેબલ દ્વારા કેદીઓને હળવાશ મળે તે રીતે મેડિકલ ચેક અપ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!