JETPURRAJKOT

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની રજુઆત ફળી, નવાગઢ રેલવે સ્ટેશનની કેટેગરીમાં ફેરફાર

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ વેરાવળ રેલવે લાઇન બ્રોડગેજ થતાં નવાગઢ રેલવે સ્ટેશન ફલેગ સ્ટેશન બનાવી દેવામાં આવેલ. ફલેગ સ્ટેશન થવાથી નવાગઢ રેલવે સ્ટેશન સુવિધાઓ વંચિત હતું.

આ અંગે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.ડી.પટેલ તથા સેક્રેટરી હરેશભાઇ ગઢિયા સહિતના આગેવાનોનાં માર્ગદર્શન હેઠળ સતત રેલવે તંત્ર સમક્ષ રજુઆત કરતા હાલમાં રેલવે તંત્ર તરફથી નવાગઢ રેલવે સ્ટેશનની કેટેગરીમાં ફેરફાર કરી અન.એસ.જી.-6 શ્રેણીમાં મુકવામાં આવેલ છે.

 

ચેમ્બર ઓફ કોમર્સની સતત રજુઆત રેલવે તંત્રે સ્વીકારી સ્ટેશનની કેટેગરીમાં ફેરફાર કરતા જેતપુર શહેર તથા તાલુકાના નાગરિકોને રેલવે યાત્રની અનેક સુવિધાઓ નવાગઢ સ્ટેશન થી પ્રાપ્ત થશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!