SABARKANTHA

લક્ષ્મણપુરા કંપા આદર્શ પ્રાથમિક શાળા આચાર્યશ્રીનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો..

અહેવાલ:- પ્રતિક ભોઈ

*લક્ષ્મણપુરા કંપા આદર્શ પ્રાથમિક શાળા આચાર્યશ્રીનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો..*
લગભગ 25 વર્ષની શૈક્ષણિક કારકિર્દીની સેવાઓ આપ્યા બાદ લક્ષ્મણપુરા કંપા આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કનુભાઈ પટેલનો વય નિવૃત્તિ સમારંભ ખેડબ્રહ્મા એપીએમસી ચેરમેન જશુભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયો મુખ્ય મહેમાન તરીકે હાર્ડ એકતા ઇન્સ્ટિટયૂટ ના વડા શ્રી આર.ડી.પટેલ અતિથિ વિશેષ તરીકે જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આજે સુરેશભાઈ પટેલ તથા સંત આશીર્વાદ પ્રેરણાપીઠ પીરાણા ના સંત શ્રી પંકજદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા…
ઉદ્યોગપતિ બિલ્ડર અને શિક્ષણ ત્રણ બાજુ સાથે સંકળાયેલ કનુભાઈ પટેલે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ નામના મેળવી છે જેના દર્શન આજના વિદાય સમારોહમાં જોવા મળ્યા 3 કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં અત્યાર સુધીમાં કોઈ પ્રાથમિક આચાર્યને આટલું બધું માન સન્માન મળ્યું હોય તેવો પહેલો પ્રસંગ યોજાયો..
સામાજિક શૈક્ષણિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને વ્યક્તિગત ખૂબ સન્માન કરવામાં આવેલ.
સન્માનના પ્રત્યુતરમાં ભાવુક એવા કનુભાઈ પટેલ શોભાવી અને સન્માન કરવા બદલ હૃદયના ભાવથી આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!