GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણના બલદાણા ગામે 52 તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો.

તા.16/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે રહેણાંક મકાનમાંથી તાજેતરમાં 52 તોલા સોનું અને રોકડ રકમની ઉઠાત્તરી કરી અને તસ્કરો ફરાર બન્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામે લાલજીભાઈ પટેલ અને તેમના ભાઈના ઘરના તાળા તોડી અને લોકરમાં પડેલા 52 તોલા સોનાના આભૂષણો અને અન્ય 80 હજાર જેટલી રોકડ રકમ લઈ તસ્કરો ફરાર બન્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના વધતા બનાવને લઈ અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે બલદાણા ગામે આ પ્રકારની ઘટના બનતા સમગ્ર બલદાણામાં પણ આ મામલે રોષ ફેલાયો હતો લાલજીભાઈ પટેલ અને તેમનો પરિવાર મકાનના છત ઉપર રાત્રી દરમિયાન સૂતો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ઘરના ઓરડામાં આવેલા લોકરમાં પડેલા 52 તોલા ના આભૂષણો તેમજ 80 હજાર રોકડ રકમની ઉઠાતરી કરી તસ્કરો ફરાર બનવાની ઘટનાને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી હતી ત્યારે આ અંગે વઢવાણ પોલીસને સફળતા મળી છે વઢવાણ પોલીસે ચોરી કરનારા બે આરોપીઓને ઝડપી લીધા છે જેમાં પૂનમ ઉર્ફે પૂનો રમેશભાઈ ઠાકોર અને અલ્પેશ કોળી દ્વારા આ ચોરીની સમગ્ર ઘટના આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલમાં બંને આરોપીઓને ઝડપી લઇ અને વઢવાણ પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ઘર ફોડ ચોરી ડિટેકશન વઢવાણ પોલીસે કરતા આ કામગીરી જિલ્લા પોલીસવડા ગીરીશભાઈ પંડ્યા એ પણ બિરદાવી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!