BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ત્રિદિવસીય વ્યાખ્યાન માળા સંપન્ન ત્રણ વિદ્વાન વક્તાઓએ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા

20 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શાળાના બાળકો તો ગુરુજીના માર્ગદર્શન હેઠળ અવનવા કાર્યક્રમો કરીને પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે પણ આ ભૂમિમાં સમાજ માટે શું થાય ? જેથી સમાજના પ્રબુદ્ધ નાગરિક સહિત દરેક મનુષ્ય કંઈક મેળવે.આ માટે શાળાના ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ શાળાનો તમામ સ્ટાફગણ દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં શ્રીમતી ચુનીબેન શાંતિલાલ વિદ્યાવિહાર વ્યાખ્યાનમાળા યોજવાનું નક્કી કર્યું.ડીસાના વતની પણ વિદેશની ધરા પર રહેતા સુરેશભાઈ કોઠારી થકી પોતાની માતૃશ્રીની યાદમાં દર વર્ષે આ વ્યાખ્યાનમાળાનું આયોજન થાય છે. આ માટે સમાજમાંથી પણ હકારાત્મક પ્રતિભાવ મળવાની સાથે વાલીઓનો પણ પરોક્ષ રીતે ફાળો મળે જ છે.જે અંતર્ગત ચાલુ વર્ષની વ્યાખ્યાનમાળા તારીખ ૧૬ થી ૧૮ ડીસેમ્બર -૨૦૨૩,દરરોજ સાંજે ૭:૩૦ થી ૯:૩૦ કલાકે યોજાઈ.જેમાં ઉચ્ચકોટીના વક્તાઓએ પોતાની વાક્છટાથી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા.પ્રથમ દિવસે વાઇસ ચાન્સેલર- સેન્ટ્રલ યુનિવર્સિટી, હિમાચલ પ્રદેશ અને પીએચડી પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ ખાતે પૂર્ણ કર્યું છે તેવા અને જાણીતા શિક્ષણવિદ્, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સભ્ય કુલદીપચંદ અગ્નિહોત્રી ઇન્ડિયા વિ. ભારત વિષય આધારિત સુંદર વક્તવ્ય આપ્યું હતું. તેમને ઇન્ડિયા અને ભારત વિષય આધારિત વિવિધ ઉદાહરણ ટાંકીને સુંદર રીતે શ્રોતાગણને પસંદ આવે એવી રીતે હિન્દી ભાષામાં વક્તવ્ય આપ્યું હતું.બીજા દિવસે ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જન, ગાયક, કંપોઝર ,લેખક, કવિ,ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત (વર્ષ ૨૦૦૬-૦૭), “ધ ડાયમંડ ઓફ ગુજરાત”થી પણ સન્માનિત થયેલા છે. દૂરદર્શન તરફથી પ્રથમ ગિરનાર સંગીત શિરોમણી એવોર્ડ મેળવેલ, સંગીતના ક્ષેત્રમાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે તેવા ડૉ.શ્યામલ મુનશી દ્રારા જીવન અને હાસ્ય વિષય આધારિત હાસ્યસભર,ગહનશીલ વક્તવ્ય આપ્યું હતું. તેઓએ હાસ્યના વિવિધ પ્રકારોને વિવિધ પ્રસંગો દ્વારા સમજ આપવાની સાથે સાથે સંગીતમય રીતે દુહા,છંદ અને ગીત લલકારીને શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા.ત્રીજા દિવસે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય , ડીન, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી રવિશંકર શુક્લા યુનિવર્સિટી રાયપુર,બીઆરએન, કોલેજ ઓફ ફાર્મસી, મંદસૌર, મધ્યપ્રદેશના આચાર્ય (સ્થાપક) , યુએઈમાં ૨૫થી વધુ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલ અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પણ ભાગ લીધો છે તેવા પ્રો. શૈલેન્દ્ર શરાફનું વક્તવ્ય સંશોધન અને નવીનતાની બદલાતી જતી ક્ષિતિજો: ભારતીયતાના અનુસંધાન વિષય આધારિત રહ્યું હતું.તેમને મેડીસીન ક્ષેત્રમાં દેશનું સ્થાન મહત્વપૂર્ણ છે, યુવાનો જાગૃત થઈને નયા ભારત બનાવવામાં પ્રયત્ન કરે અને તે માટે ભારતીય શિક્ષા પદ્ધતિમાં શું બદલાવ લાવવાની જરૂર છે ? આજના સમયમાં આયુર્વેદની જરૂરિયાત કેમ છે..?કોવીડ વેક્સીનમાં ભારતની સિદ્ધિ…વગેરે મુદ્દાને આવરી લઈને પ્રો. શૈલેન્દ્ર શરાફે ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના સૌજન્ય સુરેશભાઈ કોઠારીનું પણ ડીસાની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન થયું હતું. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય,સ્ટેજ સુશોભન,બેઠક વ્યવસ્થા,સાઉન્ડ વ્યવસ્થા,સંચાલન ,આમંત્રણ,સંગીતની સુરાવલી કે વક્તાઓનું જ્ઞાનસભર વક્તવ્ય.આ બધી બાબતથી દરેક શ્રોતાગણ ચોક્કસ આકર્ષિત થયા હતા. આ માટે શ્રી સંસ્કાર મંડળના પ્રમુખ અજયભાઈ જોષી, મંત્રી હિતેષભાઈ અવસ્થી સહિત ટ્રસ્ટીગણ અને પ્રિન્સિપાલ ચિરાગભાઈ પંચાલ, પ્રવીણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મિત્રોનો અનન્ય ફાળો હતો. સાથે સાથે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ડીસાના પ્રબુદ્ધ શ્રોતાગણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સાચી રીતે માણ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!