GUJARAT

રૂનાડમાં આવેલી શ્રી રામ કબીર ઉ.બુ. વિદ્યાલયમાં પધારેલ મોંઘેરા મહેમાન શ્રી યોગેશ દૂબેનું શાળા પરિવારે ભવ્ય સ્વાગત કર્યુ

રૂનાડમાં આવેલી શ્રી રામ કબીર ઉ.બુ. વિદ્યાલયમાં પધારેલ મોંઘેરા મહેમાન શ્રી યોગેશ દૂબેનું શાળા પરિવારે ભવ્ય સ્વાગત કર્યુ.
જંબુસર તાલુકામાં આવેલ શ્રીરામકબીર ઉ.બુ.વિદ્યાધય રૂનાડ માં મૂળ વતન કિમોજ તા. જંબુસર ગામના વતની શ્રી યોગેશભાઈ દૂબે કે જેઓ હાલ દહેજની SRF કંપનીમાં જનરલ મેનેજરની ફરજ બજાવે છે.તેઓ રૂનાડ શાળાની પ્રગતિથી આકર્ષિત થઈને ખાસ સમય ફાળવી રૂનાડ હાઇસ્કૂલ ની મુલાકાત લીધી હતી. શાળા પરિવારે શ્રી યોગેશભાઈ દૂબેને પુષ્પગુચ્છ અને શ્રીમદ્ ભગવદ્દ ગીતાનું પુસ્તક આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે શ્રી યોગેશભાઈ દુબે સાહેબે નાનકડી શાળામાં બાળકોને પોતાના જીવનની ઝરમર જણાવી હતી. જેનાથી બાળકો પ્રોત્સાહિત થયા હતા. એક નાનકડા ગામડાંની શાળાની પ્રગતિ જોઈને તેઓ ખૂબ ખુશ થયા હતા. અને શાળાને તથા શાળાના બાળકોને અભ્યાસલક્ષી મદદ કરવાની ખાત્રી આપી હતી. શાળામાં ફૂલ નહીંને ફૂલની પાંખડી સ્વરૂપે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રૂ.1001/- નું રોકડ દાન આપ્યું હતું. સમગ્ર શાળા પરિવાર શ્રી યોગેશભાઈ દૂબે સાહેબની મદદરૂપ થવાની ભાવનાને બિરદાવે છે. આ કાર્યક્રમનું સંચાલન શ્રી હરિશભાઈ પઢિયાર મ.શિ. અને સ્વાગત પ્રવચન શ્રી અતુલભાઇ ચૌધરી મ.શિ. કર્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!