BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડીના નીચાણ વાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા 

ઘરોમાં ફસાયેલા લોકોને રેસક્યું કરવામાં આવ્યા

રાજપારડીના નીચાણ વાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા

 

ઘરોમાં ફસાયેલા લોકોને રેસક્યું કરવામાં આવ્યા

 

 

રાજપારડી જ્યોતિનગર સોસાયટી, સાસ્ત્રી નગર ગોકુલધામ સોસાયટી સહિત ૧૫૦ જેટલા મકાનો માં પાણી ભરાયા

 

 

ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાયા છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર બંધ થયો હતો, ઝઘડીયા તાલુકાના રાજપારડી નગર ની શાસ્ત્રીનગર,રાજેશ્વરી સોસાયટી અને જયોતિનગર ગોકુલધામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યાં હતાં, સોસાયટીના મકાનોમાં વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોનું રેક્યું કરી બહાર કાઢવામાં આવ્યા, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજપારડીના ૧૫૦ જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયાં હતાં, ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપારડી ગ્રામ પંચાયતન સભ્યો અને તલાટી સહિત પોલીસ ની ટીમ સ્થાનિક લોકો દોડી આવી લોકોની મદદ મા જોતરાયા હતા ઉલ્લેખનીય છેકે ચોમાસા દરમિયાન કોતરડીમાં ધસમસતુ વરસાદી પાણી વહેછે અને આ કોતરડીના પાણીના નિકાલ માટે નાળુ નાનુ હોઇ જેના પગલે સોસાયટીના નાગરીકોને દર ચોમાસામાં લાખોનુ નુકશાન વેઠવાનો વારો આવેછે આ વખતે પણ સોસાયટીના નાગરિકોની અસંખ્ય બાઇકો વાહનોનો વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો જેના કારણે એન્જીન સહિતના સ્પેપાર્ટસ બેકાર બનતા લોકોને નુકશાન વેઠવાનો વારો આવતો તંત્ર દ્વારા કોતરડીના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યાછે, જે લોકો રાજપારડી ની સોસાયટીમાં ફસાયેલા હતા તે લોકોને પોલીસના જવાનો, રાજપારડી પંચાયત ની ટીમ તેમ સ્થાનિક યુવાન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!