DAHODGUJARAT

બેંક ઓફ બરોડા દ્વારા ૧૧૮ માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત બાગાયત વિકાસ કાર્યક્રમ છોડ અને લોન વિતરણનું આયોજન કરાયું

તા.૧૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:બેંક ઓફ બરોડા દ્વારા ૧૧૮ માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત બાગાયત વિકાસ કાર્યક્રમ છોડ અને લોન વિતરણનું આયોજન કરાયું

૧૮ થી વધુ ખેડૂતોને કુલ ૪૫૦ થી વધુ આંબાના છોડ, જેમાં ૧ ખેડૂતને ૨૫ જેટલા આંબાના રોપા તેમજ ખાતરનું વિતરણ કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના ચોસાલા ગામ ખાતે આવેલ સદગુરુ ફાઉન્ડેશન ખાતે બેંક ઓફ બરોડા દ્વારા પોતાના ૧૧૮ મા સ્થાપના દિન નિમિત્તે વિવિધ સામાજિક જવાબદારી (CSR) કાર્યક્રમ સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે બાગાયત વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય હેતુ તરીકે ખેડૂતોના કલ્યાણ અને બાગાયત ખેતીમાં પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ૧૮ થી વધુ ખેડૂતોને કુલ ૪૫૦ થી વધુ આંબાના છોડ અને ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ૧ ખેડૂતને ૨૫ જેટલાં આંબા ના રોપા આપવામાં આવ્યા હતા. જેથી તેઓ બાગાયત ખેતી તરફ આગળ વધે અને તેમની આવકમાં વધારો થાય.આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર તથા ઝોનલ હેડ વિનયકુમાર રાઠી અને દાહોદ રીજનના રિજનલ હેડ  રામનાથ યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ બેંક અધિકારીઓએ ખેડૂતો સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપીને બેંકની સામાજિક પ્રતિબદ્ધતાને પુનઃદોહરાવી હતી.આ અવસરે બેંક દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અને મુદ્રા લોન યોજના અંતર્ગત લાયકાત ધરાવતા લાભાર્થીઓને લોન વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ ૩૫ લાભાર્થીઓને બેન્ક ઓફ બરોડાની વિવિધ શાખા માથી ૩૫ લાખ રૂપિયાનુ તેમજ પીએમ મુદ્રા યોજના હેઠળ ૨૫ જેટલા લાભાર્થીઓને ૨૦ લાખ રૂપિયાનુ ધીરણ કરાવ્યુ હતુ. જેથી તેમને સ્વરોજગાર સ્થાપવામાં મદદ મળી શકે.બેંક ઓફ બરોડાએ પોતાના ૧૧૮ વર્ષના ગૌરવશાળી ઈતિહાસ દરમિયાન હંમેશાં વિશ્વાસ, સેવા અને સામાજિક વિકાસને મહત્વ આપ્યું છે. આ યાત્રાને આગળ વધારતાં આ સ્થાપના દિનને સામાજિક સેવા અને ગ્રાહક સંવાદના અવસર તરીકે ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં  વિનય કુમાર રાઠી, જનરલ મેનેજર બરોડા ઝોન,  રામ નરેશ યાદવ રીજનલ મેનેજર, પ્રવિણજી ડી.આર.એમ. જે. એસ.પરમાર, લીડ બેન્ક મેનેજર, અમિત અગ્રવાલ તથા મેનેજર ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!