GUJARAT

WANKANER:મોરબીમાં વાંકાનેર તાલુકાના હસનપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન; સરકાર પહોંચી ઘર આંગણે

મોરબીમાં વાંકાનેર તાલુકાના હસનપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન; સરકાર પહોંચી ઘર આંગણે

વિકસિત ભારતની યાત્રામાં સહભાગી બનવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા દેશની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે મોરબીમાં વાંકાનેર તાલુકાના હસનપર ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો.

આ પ્રસંગે હસનપર ગામના આંગણે આવેલા રથ થકી સૌ ગ્રામજનો અને ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો.

ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરી ગ્રામ પંચાયતનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોષણ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડ, ટીબી નિક્ષય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, માતૃશક્તિ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અને વસુધૈવ કુટુંબકમ્ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને ધરતી કહે પુકાર કે ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાની વિદ્યાર્થીની દ્વારા ઓન ધ સ્પોટ ક્વિઝ અંતર્ગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ હસનપરના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!