ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા જય અંબે પદયાત્રા સંઘ 51 મીટર ધજા સાથે માં અંબાને શીશ ઝુકાવવા પ્રસ્થાન કર્યું, શહેરના માર્ગ ભક્તિના રંગે રંગાયા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા જય અંબે પદયાત્રા સંઘ 51 મીટર ધજા સાથે માં અંબાને શીશ ઝુકાવવા પ્રસ્થાન કર્યું, શહેરના માર્ગ ભક્તિના રંગે રંગાયા

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાંથી ભાદરવી પૂનમે દર વર્ષે મોટી સંખ્યામાં માઇ ભક્તો પદયાત્રા યોજી માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે મોડાસા શહેરમાં શ્રી જય અંબે પદયાત્રા સંઘ અંબાજી ભાદરવી પુનમે ધજા ચડાવવા જાય છે.મોડાસા શહેરમાંથી જય અંબે પદયાત્રા સંઘ સાથે જોડાયેલ પદયાત્રીઓ 51 મીટર ધજા સાથે જય માડી અંબે, જય જગદંબેના નાદ સાથે અંબાજી રવાના થતા વાતાવરણ ભકિતમય બન્યું હતું. અંબાજીમાં બિરાજમાનમાં આદ્યશક્તિ અંબાજી માતાજીના મંદિરે ભાદરવી પુનમે દર્શન અને ધજા ચડાવવાનું ભારે મહત્વ રહેલું છે.

 

ગુજરાતભરમાંથી ભકતો ભાદરવી પુનમે ચાલીને અંબાજી પહોંચે છે. ત્યારે મોડાસાના જય અંબે પદયાત્રા સંઘ દ્વારા સતત 32માં વર્ષે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા શહેરની અલકાપુરી સોસાયટી માંથી માર્ગ અને મકાન વિભાગના એન્જીનીયર શરદ રાજગોરના હસ્તે પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું મોડાસા શહેરના માર્ગ પરથી પસાર થતા માં ભગવતીના કલાત્મક રથ તથા અખંડ જ્યોતના દર્શન કરવા શહેરીજનો ઉમટ્યા હતા શહેરના માર્ગ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા આ પદયાત્રા સંઘનું આયોજન શ્રી જય અંબે પદયાત્રા સંઘ મહેન્દ્રભાઈ પટેલ,ગીરીશ ભાઈ ભાવસાર,અનિલ ભાઈ રામી, ઇશ્વરભાઇ પંચાલ અને તેમની ટીમે કર્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!