RAJKOTUPLETA

આરટીઆઇ કાર્યકર્તા: દિપક રાઠોડને રડાવી જીવનદિપ બુઝાવી અંધકાર રેલાવી, હત્યાના આરોપીઓને બચાવાશે?

પત્રકાર દીપકને માર્યો ૧૧ તારીખે ગુનો દાખલ ૨૬ તારીખે શું રંધાયું?

૨૭ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

શનિવાર તા. ૨૯/૦૪/૨૦૨૩ સવારે ૧૧ વાગે જિલ્લાક્લેક્ટર, ડીડીઓ, પોલીસવડાને સાચો ગુનો નોંધવા આરટીઆઇ કાર્યકર્તા અને પત્રકાર સમૂહ રૂબરુ મળશે.
ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા ચરોતરપંથકમાં પત્રકાર,એક ગરીબ, દલિત હણાયો.
આણંદ જિલ્લાના નાપાડ ગામના ગ્રામ પંચાયત ઓફિસ માંથી આરટીઆઇ એકટ હેઠળ અરજી કરી માહિતી, હિસાબ માગનાર એક નવયુવાનને ગ્રામપંચાયત પ્રાંગણમાં તલાટી કમમંત્રી મોજૂદ અને સરપંચ ટોળકીએ માર્યો.

ઘાયલ દિપક રાઠોડ પોલીસ આણંદજિલ્લા પાસે મદદ માટે ટેલીફોનીક પ્રાર્થના કરે છે.
પરીણામ શું?સરવાળે મોત ?

દિપક રાઠોડ ઉપર હુમલો થયો અને પત્રકાર જગતમાં હાહાકાર, આરટીઆઇ કાર્યકર્તાઓ સ્તબદ્ધ, અમદાવાદ ખાતે આરટીઆઇ કાર્યકર્તા મિત્રો ભેગા થાય છે. સરકારને લેખીત વીસ તારીખે રજુઆત કરવામાં આવે છે. જાણવા મળે છે કે ગુનો તપાસ ચાલુ હોવાના બહાના હેઠળ નોંધી નહોતી એવું પણ જાણવા મળેલી મોડે મોડે દિપકના મોત પછી નોંધેલી પોલીસ ફરિયાદથી જાણવા મળે છે.

આરટીઆઇ કાર્યકર્તા આગેવાન શિક્ષક દિપક પટેલે જણાવેલા સૂત્રો મુજબ મળેલી જાણકરી ગઈકાલે પોલીસ દ્વારા નોંધેલી એફઆઇઆર જોઈ વાંચી અનેક સવાલો ઊભા થાય છે.

દિપક રાઠોડ ઘાયલ હાલતમાં પોતાનું દર્દ, અપીલ બોલી રહ્યાં હતાં એ ગુજરાતે જોયું અને સાંભળ્યું છે.
સારવાર દરમિયાન એમની સાથે જે હાજર હતા એમણે ઘણી અંદરની વાત જાહેર કરી છે.

રાતોરાત જે એફઆઈઆર દાખલ કરવામાં આવી એ અનેક સવાલો ઉભા કરે છે.

પોલીસ દ્વારા જે એફઆઇઆર નોંધવામાં આવી તે ખૂબ જ મોડી અને શંકાસ્પદ જણાય છે.

પોલીસથી ભૂલ થાય માની લો કે પોલીસે ભૂલ નથી કરી પરંતુ દીપક રાઠોડ જીવતે જીવ લાચાર પથારીએ જે કહ્યું હતું એ મુજબ ગુનો નોંધાયો હોય એવું જણાતું નથી. અને એવું જણાય છે કે તપાસ ચાલું હતી, દિપકના મૃત્યુ બાદ ઍમના પત્નિએ આપેલી જાણકારી મુજબ પ્રાથમિક ફરિયાદ દાખલ કરાવવા આવી છે.
પૂરક ચાર્જશીટ સાચી રજુ કરવામાં આવશે ?

તપાસ ચાલુ હતી એટલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો નહીં એ દલીલ પણ શંકાસ્પદ છે.

હુમલાની જાણ પોલીસને મળી તપાસ કોણે કરી છે ?

તપાસ કરનારા અધિકારીએ ગુનો થયા બાદ દિપક ગુજરી ગયા ત્યાં સુધી કોને કોને મળ્યાં?

નાપાડ ગામમાં જાતે જઈને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને મળ્યાં ?ગુનાસ્થળની મુલાકાત લીધી?

દિપક રાઠોડે ઘાયલ હાલતમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન કર્યો હતો એમનાં તરફથી કોને કોને આદેશ કરવામાં આવ્યો?
નાપાડગામ કયા પોલીસ અધિકારી ના કાર્યક્ષેત્રમાં છે?
ગુનો થયા પછી આરોપી અને એમના હિતેચ્છુ કેટલી વખત પોલીસ અધિકારી ને ફોન કરીને કે ફોન કર્યાં વગર મળવા ગયાં?

શું આરોપીઓને પોલીસે બોલાવેલા?

જે તે વખતે કોઈ સામાન્ય ગુનો દાખલ કરવામાં આવ્યો હતો? આરોપીઓને પકડ્યા હતાં? ખુલ્લા ફરવાની છૂટ આપી હતી?

દિપક સારવાર માટે હોસ્પિટલ લઈ જાવાય છે.દવાખાનાના અઘિકારીઓએ પોલીસને જાણ કરી હતી ?

પોલીસ દવાખાને જઈને દીપકભાઈનું મૌખિક કે લેખીત નિવેદન લીધું હતું.

આ સમયે મામલતદાર કક્ષાના કોઈ અધિકારી હાજર હતા?

એફઆઈ આર ક્યારે , ક્યાં, કયા સમયે નોંધવામાં આવી?
કોની હાજરીમાં નોંધવામાં આવી?
શું દીપક રાઠોડના ધર્મપત્ની જાતે પોલીસ સ્ટેશન જઈને fir નોંધાવી હતી?

એફઆઈઆરમાં જે સમય છે સાચો સમય શું છે ?
તપાસ કરનાર અધિકારીએ તપાસ ચાલુ હતી તો શું તપાસ કરી ?
તપાસ કરતી વખતે કોના કોના નિવેદન લીધા ? કોને મળ્યા? ક્યારે મળ્યા? ક્યાં ક્યાં ગયા ? આવા અનેક સવાલો ઊભા થાય છે.

બીજી વાત કે દીપક રાઠોડને ગ્રામ પંચાયતની ઓફિસમાં કોણે બોલાવ્યા હતા ? ત્યારે ભૂતપૂર્વ સરપંચ અને બીજાં ત્રણ હુમલો કરનાર કેમ બેઠા હતા ? તલાટીએ એમને કેમ માહિતી ના આપી ? આરોપીઓએ એમની ઉપર શા માટે હુમલો કર્યો ?

માથું પાણીની દીવાલ સાથે ટાંકી સાથે કેવી રીતે અથડાયું?
કોણે કોને કોને માર માર્યો?
દિપક જાતે પડી ગયા ? જાતે માથું અફાળ્યું?

દીપકભાઈને ગ્રામ પંચાયતની ઓફિસમાં પ્રાંગણમાં કોણે માર્યા?

કઈ રીક્ષામાં દવાખાને લઈ ગયાં?
આ ઘટનાની જાણ તલાટીએ પોલીસને કરી?

માર્યા કોણે મરાવ્યા કોણે ?

દિપકે જેટલી અરજી આરટીઆઇ એકટ હેઠળ કરી હતી તે કયાં છે? એ માહિતીના કાગળોમાં શું છે?

આવા અનેક સવાલ થાય છે.

શું દિપકના મોત પછી સાચો ગુનો કલમો દાખલ કરવામાં આવશે ?

આરટીઆઇ કાર્યકર્તા અને પત્રકાર દ્વારા ગુજરાત સરકારને વીસ તારીખે રૂબરુ મળી યોગ્ય થવા કરવા કરાવવા વિનંતી કરી હતી, છેલ્લી જાણકારી મુજબ સચીવ કક્ષાના અધિકારી એ આણંદ જિલ્લાના પોલીસ અધિકારી વડાને ફોન કરીને કહ્યું છે કે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે.
શું કોઈ પિડીત, નોધારી, જેના પતિની હત્યા મૃત્યુ થયું હોય એવી કોઈ બાઈ સ્ત્રીને કે જેમના પતિની અંતિમ વિધિ બાકી છે.એમનાં નામથી પોલીસ ગુનો દાખલ કરવા માટે પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં બોલાવી શકે?

નિરાધાર બની ગયેલી એક બાઈ સ્ત્રીને વિધવાબેન ડરાવી ધમકાવી કે લાલચ, ખોટો દિલાસો, બાહેધરી આપી ગુનેગાર સામે કેસ લૂલો બનાવશે?

આવાં અનેક સવાલો ઉભા થયા છે.
આજે એક પત્રકાર આરટીઆઇ કાર્યકર્તા ઉપર હુમલો અને હત્યા થઇ છે. જો આ કેસ મારામારી, હત્યા પ્રકરણ રફેદફે કરવા કે કરાવવામાં આવશે તો

કાલે કાનૂનની હત્યા નો સિલસિલો શરૂ થઇ જશે?,

અમોને મળેલી જાણકારી મુજબ આવતાં શનિવારે સવારે આણંદ જિલ્લાના ક્લેક્ટર, પોલીસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આરટીઆઇ કાર્યકર્તા અને પત્રકાર એક ફરિયાદ, સવાલ પ્રશ્નપત્ર પાઠવી એમનો જવાબ અને સહકાર માગશે.

દિપક રાઠોડની નિરાધાર પત્નિને પોલીસ રક્ષણ આપવામાં આવે, વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે એવી જાણકારી મળી છે.
પત્રકાર, આરટીઆઇ કાર્યકર્તા ઉપર હુમલો નથી આ હુમલો સંવિધાન ઉપર છે. એવું આરટીઆઇ કાર્યકર્તા, શિક્ષક દિપક પટેલ ૯૯૦૪૦ ૧૨૧૬૯ દ્વારા જણાવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!